સફળતાની વાર્તાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીમાં સફેદમાખીનું સંકલિત વ્યવસ્થાપન
નુકસાન પામેલ પાન બચ્ચાં તથા કોશેટાથી છવાયેલુ જોવા મળે છે. વધુ ઉપદ્રવથી પાન પર પીળા અને આછા લીલા રંગની પટ્ટીઓ જોવા મળે છે. વધુ ઉપદ્રવવાળા ખેતરમાં શેરડીના પાન કાળા પડી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે. સંકલિત વ્યવસ્થાપન: • જે ખેતરમાં પાણી ભરાઈ રહેતુ હોય તે ખેતરમાં શેરડી રોપવી નહીં અથવા પાણીના નિકાલની પુરતી વ્યવસ્થા કરવી. • ક્ષારીય અને ભાસ્મિક જમીન સફેદમાખીનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. • શેરડીનો બડઘા પાક લેવો નહીં. • નાઈટ્રોજન અને ફોસ્ફરયુકત ખાતરોનો ભલામણ મુજબ જ આપવા. • સફેદમાખીના કોશેટાઓમાં ગોળ કાણાં જોવા મળે તો રાસાયણિક દવાનો છંટકાવ મુલત્વી રાખવો કારણ કે તેમનું પરજીવી કિટકથી પરજીવીકરણ થઇ ગયેલ છે. • વધુ ઉપદ્રવ હોય તો એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૦ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
13
4
સંબંધિત લેખ