યોજના અને સબસીડીકૃષિ જાગરણ
ડેરી ફાર્મના વ્યવસાય માટે લોન આપતી મુખ્ય બેંકોમાં અરજી કરવાની પ્રક્રિયા શરૂ !
બજારમાં હંમેશા દૂધ, દહીં અને પનીરની માંગ રહે છે, તેથી એવું કહેવામાં આવે છે કે ડેરી ક્ષેત્ર કોઈપણ સંકટનો શિકાર બનતો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડેરી ફાર્મની સ્થાપનાને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ડેરી ફાર્મનો ધંધો શરૂ કરવા સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. ડેરી ફાર્મીંગ માટે ભારત સરકાર દ્વારા એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ નામની યોજના પણ ચલાવવામાં આવી રહી છે.તેનું લક્ષ્ય એ છે કે ખેડૂત અને પશુધન ખેડૂત સરળતાથી ડેરી ફાર્મનો વ્યવસાય શરૂ કરી શકે છે, તેમજ તેમની આવક બમણી કરી શકે તે માટે ડેરી ફાર્મ બિઝનેસ લોન મુખ્ય બેંકો અને એનબીએફસી સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે, જેના દ્વારા ખેડૂત અને ડેરી ફાર્મના માલિકોને તેમના વ્યવસાયને બહોળો કરવા નાણાં પૂરાં કરી શકાય ડેરી ફાર્મીંગ માટે લોન આપતી મુખ્ય બેંકો જો આપણે ડેરી ફાર્મીંગ માટે લોન લેના માંગતા હોય તો તેમાં મુખ્ય બેંક વિશે વાત કરીએ, તો તેમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું નામ શામેલ છે, જે ડેરી ફાર્મ બિઝનેસ લોન પ્રદાન કરે છે. ડેરી ફાર્મીંગ માટે આ મુજબના પ્લાન્ટ શરૂ કરવા લોન આપે છે - આપોઆપ દૂધ સંગ્રહ પદ્ધતિ માટે મહત્તમ 1 લાખ રૂપિયાની લોન - મિલ્ક હાઉસ અથવા સોસાયટી ઓફિસ માટે ઓછામાં ઓછી 2 લાખ રૂપિયાની લોન - દૂધ પરિવહન વાહન માટે મહત્તમ 3 લાખ રૂપિયાની લોન - ચિલિંગ યુનિટ માટે 4 લાખ રૂપિયાની લોન લોન પરત કરવાની અવધિ ડેરી ફાર્મ લોનની ચુકવણીની અવધિ 6 મહિનાનથી 5 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બેંક ઓફ બરોડા દ્વારા પણ મીની ડેરી ખોલવા માટે લોન આપવામાં . આવી રહી છે. આ ઉપરાત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સેન્ટ્રલ ડેરી ફાર્મીંગ માટેની પણ કેટલીક યોજના ચલાવવામાં આવી રહી છે અને ડેરી ફાર્મીંગ માટે બેંકોના ધારાધોરણ મુજબ અલગ – અલગ વ્યાજ દર નક્કી કરવામાં આવેલ છે અને યોજનાઓમાં પણ ફેરફાર જોવા મળશે. નોંધ : વધુ માહિતી માટે રૂબરૂ બેંક માં સંપર્ક કરવો.
સંદર્ભ: કૃષિ જાગરણ. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
88
22
અન્ય લેખો