સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુવાર પાક માં ખાતર વ્યવસ્થાપન !
દરેક પાક માં યોગ્ય ખાતર વ્યસ્થાપન કરવું ખુબ જ જરૂરી છે. ખાતર વ્યવસ્થા : ખાતર એ પાક ઉત્પાદનને અસર કરતું એક મોંધુ પરિબળ છે. દરેક પાકમાં રાસાયણિક તથા સેન્દ્રિય ખાતર આપવાની જરૂરિયાત રહે છે. જમીનની ભૌતિક તેમજ જૈવિક પરિસ્થિતિને ખરાબ અસર થાય નહીં તે માટે ગુવારના પાકમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન ના ભાગ રૂપે બીજને વાવણી પહેલાં રાઇઝોબિયમ અને પી.એસ.બી. કલ્ચરનો ( ૮ કિલો બિયારણ દીઠ ૨૦૦ ગ્રામ રાઇઝોબિયમ અને ૨૦૦ ગ્રામ પી.એસ.બી. કલ્ચર ) પટ આપી હેક્ટરે 10 કિલો નાઇટ્રોજન તથા 20 કિલો ફોસ્ફરસ પાયામાં આપવું. ઉપરાંત વીઘા દીઠ 4.5 કિલોગ્રામ સલ્ફર આપવાથી દાણાની ગુણવત્તા અને ઉત્પાદન માં વૃદ્ધિ થાય છે.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
14
3
અન્ય લેખો