મોનસુન સમાચારસંદેશ ન્યૂઝ પેપર
_x000D_ આજ થી 3 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી !
હવામાન વિભાગે કેટલાંક વિસ્તારોમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર નજીક સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાયું હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જે હજુ પણ ચાલુ રહેશે. આગાહી પ્રમાણે આજથી આગામી 3 દિવસ સૌથી મોટી ઘાત રહેલી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. _x000D_ _x000D_ ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન બન્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ પર વેલ માર્ક લૉ પ્રેશર અને સાઇક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદ બાદ નવવી જુલાઇથી ક્રમશ: વરસાદનું જોર ઘટશે. _x000D_ _x000D_ ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યાર સુધી સરેરાશ 27 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 25 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 49%, કચ્છમાં 51%, મધ્ય ગુજરાતમાં 16%, દક્ષિણ ગુજરાતમાં 17 % જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ 14 % વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
સંદર્ભ : સંદેશ ન્યુઝ, 8 જુલાઈ 2020 આપેલ હવામાન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
15
1
સંબંધિત લેખ