સલાહકાર લેખનવસારી કૃષિ યુનિવર્સીટી
મગફળી પાક માં લીલી ઈયળ અને તેનું નિયંત્રણ !
આ બહુભોજી જીવાત અનેક પાકો માં જોવા મળે છે, જેમ કે, કપાસ, મકાઈ, મગફળી, દિવેલા, મરચી, ટામેટાં વગેરે. મગફળીનાં પાકમાં આ જીવાતની ઈયળો કુમળા પાન અને નાની ડૂંખો ખાય છે. ઉપદ્રવ વધુ હોય તો છોડના પાન ખવાય જવાથી છોડ ઝાંખરા જેવો દેખાય છે અને છોડનો વિકાસ અટકી જાય છે. તેથી નવી કું૫ળો ફુટતી નથી. જીવાત વ્યવસ્થાપન: હેકટર દીઠ 5-6 ફેરોમોન ટ્રે૫ ગોઠવી. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું એનપીવી ૨૫૦ એલઇ ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
સંદર્ભ: નવસારી કૃષિ યુનિવર્સીટી આ માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
61
5
સંબંધિત લેખ