ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીકૃષિ જાગરણ
પ્રધાનમંત્રી સુરક્ષા યોજના: વાર્ષિક 12 રૂપિયાના પ્રીમિયમ ભરવા પર 2 લાખનો વીમો!
હાલના સમયે 12 રૂપિયાની કિંમત શું છે. પાણીની એક બોટલ પણ નથી આવતી, પરંતુ કેન્દ્ર સરકાર ની આ યોજના જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સ્થિતિ ધ્યાનમાં રાખીને, એક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી, તેનું નામ પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના રાખવામાં આવ્યું છે, આ યોજના હેઠળ દર વર્ષે રૂ.12 નું પ્રીમિયમ જમા કરીને તમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીની મૃત્યુ વીમાની બાંયધરી મળે છે. આ યોજનામાં તમારે દર મહિને માત્ર 1 રૂપિયા ખર્ચ કરવો પડશે._x000D_ _x000D_ વાર્ષિક કપાશે આટલાં રૂપિયા: _x000D_ આ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 31 મેના રોજ તમારી બેંકમાંથી કાપવામાં આવશે,અને તે પણ ફક્ત રૂ.12. જો તમારી પાસે મે મહિનાના અંતમાં તમારા બેંક ખાતામાં બેલેન્સ નથી, તો આ પોલિસી રદ કરવામાં આવશે. આ સાથે, બેન્કોને તેમના પોલિસી ધારકોને પ્રીમિયમ જમા કરવા માટે મેસેજ એલર્ટ પણ મોકલવામાં આવી રહ્યા છે. તેથી, ખાતામાં બેલેન્સ રાખવું ફરજિયાત છે જેથી તમારી પોલિસી ચાલુ રહે._x000D_ _x000D_ આ રીતે 2 લાખ રૂપિયા મળશે : _x000D_ આ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અંતર્ગત તમને માત્ર 12 રૂપિયામાં 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળશે. જો આ યોજના લીધા પછી પોલિસીધારક કોઈ કારણોસર મૃત્યુ પામે છે, તો તેના નામાંકિતને આ વીમા રકમ મળશે. આ વીમા પોલિસીમાં, જો ધારક મૃત્યુ પામે છે અથવા સંપૂર્ણપણે અક્ષમ/ વિકલાંગ થાય છે, તો સરકાર આ યોજના હેઠળ રૂ .2 લાખનું વળતર પ્રદાન કરશે. જો પોલિસી ધારક આંશિક અથવા કાયમી ધોરણે અક્ષમ/ વિકલાંગ થાય તો તેને 1 લાખ રૂપિયાનું વીમો કવર આપવામાં આવે છે.
સંદર્ભ: કૃષિ જાગરણ_x000D_ આપેલ યોજના માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
80
3
સંબંધિત લેખ