ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
ખેડૂતો માટે ખુશખબર ! 48 કલાકમાં રાજ્યમાં સત્તાવાર ચોમાસું બેસશે !
હાલ પ્રિ મોન્સૂન એક્ટિવિટીને લઈ રાજ્યનાં અનેક જિલ્લાઓમાં મેઘો મંડાયો છે. તેવામાં હવે ખેડૂતો માટે ખુશખબર છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં સત્તાવાર ચોમાસું બેસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં નિયત સમય કરતાં ચોમાસાની વહેલી શરૂઆત થશે. અને આ સાથે જ આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં નિયત સમય કરતાં ચોમાસાની વહેલી શરૂઆત થશે. તારીખ 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવતા તેની અસર રાજ્ય પર થશે. અને અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ આવી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
સંદર્ભ : સંદેશ આપેલ હવામાન ની જાણકારી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
23
0
સંબંધિત લેખ