ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
મેઘ મહેર! ઉ.ગુજરાત બે દિવસ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલ અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાત વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી થન્ડરસ્ટોર્મ રહેશે. જેથી પ્રથમ ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડશે જ્યારે ૧૩ અને ૧૪ જૂનના રોજ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલા ભાગોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા તેમજ બીજ દિવસે બનાસકાંઠા અને આણંદમા ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર-કરછના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમા ભારે વરસાદની સાથે ૬૦ કિ.મીની ઝડપથી પવન ફ્ંકાશે. આગામી પાંચ દિવસ કયા ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી: ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા અને પોરબંદર, દિવસમાં દમણ અને દાદરા નગર હવેલી તેમજ કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તા.૧૩મી જૂનના રોજ બનાસકાંઠા, આણંદ, ભરૂચ, ભાવનગર અને બોટાદમાં ધોધમાર વરસાદ પડશે. તા.૧૪મી જૂને છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના ભાવનગરમા ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તા.૧૫મી જૂનના રોજ નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દિવમા ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તા.૧૬મી જૂનના રોજ સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા હવેલી, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથઅને દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.
સંદર્ભ : સંદેશ 12 જૂન 2020 _x000D_ આપેલ હવામાન ની જાણકારી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
24
0
સંબંધિત લેખ