ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખકૃષિ અને સહકાર વિભાગ કૃષિ મંત્રાલય, ભારત સરકાર
ડાંગરની ખેતીમાં 'શ્રી' પદ્ધતિથી બમણું ઉત્પાદન મેળવો!
ડાગરની શ્રી પધ્ધતિ એટલે ઓછા પાણીએ થતી ડાંગરની ખેતી જે ' સિસ્ટીમ ઓફ રાઈસ ઈન્ટેન્સીફીકેશન ( એસ.આર.આઈ) કહેવાય છે. આ પધ્ધતિમાં ડાંગરના છોડ,જમીન અને પાણીના શ્રેષ્ઠ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતા વધારવા ડાંગર પકવવાની ચીલાચાલુ પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે. જેને 'શ્રી' ટેકનીક તરીકે ઓળખવામાં આવે છે._x000D_ _x000D_ શ્રી પધ્ધતિ ( ડાંગરની સંકલિત ખેતી પધ્ધતિ ) વિશ્વના માલાગાસી,ચીન,ફીલીપાઈન્સ, ઈન્ડોનેશીયા,બાંગલાદેશ વગેરે દેશમાં તેમજ આપણા દેશમાં ત્રિપુરા,તામિલનાડુ,આંધ્રપ્રદેશ કર્ણાટક જેવા રાજયોમાં વધુ પ્રચલીત છે. ગુજરાત રાજયમાં મધ્ય ગુજરાત તેમજ માફકસરના વરસાદના વિસ્તારોમાં તેમજ ગોરાડુ, રેતાળ, મધ્યમ કાળી તેમજ સારા નિતાર વાળી જમીનમાં આ ખેતી પધ્ધતિ વધુ અનૂકુળ રહે છે. _x000D_ _x000D_ મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી, નવાગામની ભલામણ અનુસાર 'શ્રી' પધ્ધતિની ખેતી થી આશરે 40 % જેટલું પિયત પાણીનો બચાવ થાય છે તેમજ ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. પહોળા પાટલે રોપણીની આ ખેતી પધ્ધતિ થી રોગ જીવાત ઉપદ્રવ નહિવત રહે છે. જેને લીધે ઉત્પાદનમાં સરવાળે ફાયદો થાય છે._x000D_ _x000D_ શા માટે શ્રી પધ્ધતિ?_x000D_ • ધરું ની ઉમર : ૧૦ થી ૧૨ જ દિવસ _x000D_ • વાવેતર અંતર : ૨૫ સેમી * ૨૫ સેમી _x000D_ • સરળતાથી નીંદણ નિયંત્રણ _x000D_ • ખેતર માં ફક્ત ભેજ જ જરૂરી _x000D_ _x000D_ 'શ્રી' પધ્ધતિ ના ફાયદા: _x000D_ • વધુ ઉત્પાદન ( ૧૫ થી ૨૦ %) _x000D_ • વહેલી કાપણી ( ૧૦ થી ૧૫ દિવસ) _x000D_ • ઓછા પાણી ની જરૂર _x000D_ • ડાંગર કાપણી સુધી ઢળી પડતી નથી ( નોન લોજીંગ) _x000D_ • જનીન ની તંદુરસ્તી સુધરે._x000D_
સંદર્ભ : કૃષિ અને સહકાર વિભાગ કૃષિ મંત્રાલય, ભારત સરકાર આપેલ શ્રી પધ્ધતિ ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
45
2
સંબંધિત લેખ