કૃષિ વાર્તાકૃષિ જાગરણ
પીએમ-કિસાન લિસ્ટ 2020 અને પીએમ-કિસાન મોબાઇલ એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી
છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે દેશના ખેડુતોના હિત માટે ઘણી મોબાઇલ એપ્લિકેશનો (એપ્સ) શરૂ કરી છે. આવી જ એક ઉપયોગી મોબાઇલ એપ્લિકેશન છે 'પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન'. આ એપ્લિકેશનમાં તમામ સુવિધાઓ છે જે પીએમ-કિસાન સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ યોજનામાં દેશના લગભગ 14.50 કરોડ ખેડૂતનો યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમ-કિસાન યોજના દ્વારા સરકાર ખેડૂતોને ત્રણ હપ્તામાં દર વર્ષે 6000 રૂપિયા આપે છે. યોજનાનો લાભ મેળવવા માટે, ખેડુતોએ તેમની નોંધણી ઓનલાઇન અથવા ઑફ્લાઈન કરવી પડશે. પીએમ-કિસાન એપ્લિકેશનની સુવિધાઓ : • નવા ખેડૂત ની નોંધણી • લાભાર્થી ની સ્થિતિ • આધાર વિગતો ભરવી • સ્વ-રજિસ્ટર્ડ ખેડૂતોની સ્થિતિ • પીએમ કિસાન હેલ્પલાઇન કેવી રીતે એપ્લિકેશન કરશો ડાઉનલોડ? પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ છે, નીચે આપેલા પગલાંને અનુસરો; • સ્ટેપ 1 - તમારા મોબાઇલ માં પ્લે સ્ટોર (Play Store) પર જાઓ. • સ્ટેપ 2 - તે પછી સર્ચ વિભાગમાં પીએમ-કિસાન મોબાઇલ એપ્લિકેશન ટાઇપ કરો. • સ્ટેપ 3 - પીએમ-કિસાન મોબાઇલ એપ્લિકેશન સ્ક્રીન પર દેખાશે, તેને ડાઉનલોડ કરો. મોબાઇલ એપ્લિકેશનમાં પીએમ ખેડૂતની સ્થિતિ / લિસ્ટ કેવી રીતે તપાસવી? એપ્લિકેશન ખોલો અને પછી લાભાર્થીની સ્થિતિ પર ક્લિક કરો પછી આઈડી પ્રકાર - આધાર નંબર અથવા મોબાઇલ નંબર અથવા એકાઉન્ટ નંબર પસંદ કરો. જે પસંદ કર્યું છે તેનો નંબર કાળજીપૂર્વક દાખલ કરો અને વિગતો મેળવવા માટે ક્લિક કરો. પછી તમારા પીએમ ખેડૂત લાભાર્થી નાં રાજ્યો મોબાઇલ સ્ક્રીન પર આવશે. • વધુ માહિતી માટે, https://www.pmkisan.gov.in ની મુલાકાત લો. સંદર્ભ : કૃષિ જાગરણ 4 એપ્રિલ 2020 આપેલ પીએમ- કિસાન માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
1081
0
સંબંધિત લેખ