ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાદિવ્યભાસ્કર
ડભોઇમાં દેશના વિવિધ વિસ્તારની 543 પ્રકારની ડાંગરનું વાવેતર થયું
વડોદરા: મહારાજા સયાજીરાવે ડાંગરની ખેતીને પીઠબળ આપવા 110 વર્ષ પહેલા ડભોઇ નજીક વિશાળ વઢવાણા તળાવનું નિર્માણ કરાવ્યું હતુ. એની સિંચાઇનો લાભ આજે પણ મળી રહ્યો છે. 85 વર્ષથી કાર્યરત ડાંગર સંશોધન કેન્દ્ર ખાતે ડાંગર અને મગની સુધારેલી જાતો વિકસાવવાની અગત્યની કામગીરી સાથે ખેડૂત જાગૃતિની અનેકવિધ પ્રવૃત્તિઓ કૃષિ વિશ્વવિદ્યાલયો અને દેશના અન્ય ડાંગર સંશોધન કેન્દ્રોના માર્ગદર્શન અને રાજ્ય સરકારના ખેતી વિભાગની મદદથી કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રના મદદનીશ સંશોધન વિજ્ઞાની ડો.રામજીભાઈ ચોટલીયા એ જણાવ્યું કે નિગમની સુવિધા હેઠળ આ વિસ્તારના ખેડૂતોને ડાંગર, ઘંઉ અને ચણા જેવા પાકોના નિદર્શન પ્લોટ વિનામૂલ્યે ફાળવીને સુધારેલી ખેતીની તાલીમ આપવામાં આવે છે.
રાજ્ય સરકારના કૃષિ મહોત્સવના સફળ આયોજનમાં કેન્દ્ર સહયોગ આપે છે અને ખેડૂતોની જમીનોના નમૂના મેળવી એનું પૃથક્કરણ કરાવી સોઈલ હેલ્થ કાર્ડ બનાવી આપવામાં મદદરૂપ બને છે. આટલા બધા પ્રકારની ડાંગરનો ઉછેર અંગે જવાબ આપતાં રામજીભાઈએ જણાવ્યું કે, અમારા કેન્દ્રનો મુખ્ય હેતુ સંશોધન કરીને ડાંગરની સુધારેલી જાતો વિકસાવવાનો છે._x000D_ એટલે નાની-નાની ક્યારીઓમાં દેશના વિવિધ પ્રદેશોની ડાંગરની જાતો ઉછેરી અમે ગુજરાતના વાતાવરણમાં તેના ઉછેરની સાનુકૂળતા, ફૂટ, છોડની ઊંચાઈ, રોગ પ્રતિકાર કરવાની શક્તિ, કંટીની સંખ્યા અને દાણાનું પ્રમાણ, પાકવાનો સમયગાળો જેવી બાબતોમાં સુક્ષ્મ નિરીક્ષણ કરીએ છે. તેની સરખામણી ગુજરાતની પ્રચલિત જાતો સાથે કરી ફાયદાકારક જાતોના વાવેતરની ભલામણ કરીએ છે અને લાભપ્રદ જણાય એવી જાતોનું બિયારણ તૈયાર કરવામાં આવે છે._x000D_ _x000D_ સંદર્ભ - દિવ્યભાસ્કર, 8 જાન્યુઆરી 2020_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
12
1
સંબંધિત લેખ