મોનસુન સમાચારabpasmita.in
આજે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ધોધમાર વરસાદ તુટી પડશે?
હવામાન વિભાગની આગાવી વચ્ચે મંગળવારે અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, હાલોલ અને વડોદરા સહિત ગુજરાતના મોટા ભાગમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં 7 ઈંચ ખાબક્યો હતો. જોકે આજે અને કાલે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીના વાયા ઓરિસ્સા અને ઝારખંડ ગુજરાત તરફ ફંટાયેલા લો-પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન ખાતાએ મંગળવારથી આગામી ત્રણ દિવસ એટલે કે ગુરુવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જોકે IMD ગુજરાતના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું હતું, અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.
સંદર્ભ: એબીપી અસ્મિતા 28 ઓગસ્ટ, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો