AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અળસિયું ખાતર બનાવવાની રીત
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
અળસિયું ખાતર બનાવવાની રીત
જમીનની ગુણવત્તા અને પાકનો વિકાસ વધારવા માટે અળસિયું ખાતર ખૂબ મહત્તવ ધરાવે છે. અળસિયાનું મુખ્ય કામ સેન્દ્રીય તત્વો, હ્યુમસ અને જમીનને સારી રીતે ભેગા કરી અને મિશ્રણને જમીનના જુદા જુદા સ્તરો સુધી પહોંચાડવાનું છે. તેના કારણે, જમીનમાં પાણીની ધારણશક્તિમાં વધારો થાય છે. અળસિયાનો મળ નાઇટ્રોજન, ફોસફરસ, પોટાશ, કેલ્શિયમ અને સુક્ષ્મ પોષક તત્વો ધરાવે છે. તેથી, તે જમીનના પીએચ(pH) ના વ્યવસ્થિત સ્તરને જાળવી રાખે છે. અળસિયાનું ચયન - ફાયટોફેગસ, એપીજીક, કે હ્યુમસ ફોર્મર અળસિયાને સફળતાથી ભેગા કરી કમ્પોસ્ટ ખાતર બને છે. બીજી બાજુ, એન્ડોજીક, જીઓફેગસ અળસિયા જમીનના ઊંડાણમાં રહેતા હોવાથી તેઓ અળસિયું ખાતર બનાવવા માટે ઉપયોગી નથી.
અળસિયું ખાતર કેવી રીતે તૈયાર કરવું - • છાણ, પ્રાણીઓનો બચેલો ઘાસચારો, ડાળખીઓ, પાકની લણણીમાંથી બચલા ભાગનું અડધું વિઘટન થવા દેવું જોઈએ. જમીન ઉપર ગાદી જેવું માળખું તૈયાર કરવું. ખાડો ખોદવાની જરૂર નથી. • જમીન ઉપર ધીમે વિઘટિત થતા સેન્દ્રીય ઘટકો (સીથ, સુકા પાંદડા, પાકના કટિંગ વગેરે) નું 2-3 ઇંચ જાડું સ્તર મુકવું. તેમાં અળસિયા ઉમેરવા. પછી આ ગાદીને કંતાનના કપડાની મદદથી ઢાંકવું. • ગાદીનું તાપમાન 25 થી 28 ડીગ્રી સુધી જાળવવું. pH 6.5 થી 7.5 સુધી જાળવવું જોઈએ. 45 થી 50 ટકા ભેજ જોઈએ. • અળસિયું ખાતર તૈયાર કરવા માટેની ગાદી છાંયડામાં હોવી જોઈએ. • ગાદી નીચે જે જમીન છે તેના ઢેફા હાથથી તોડવા જોઈએ અને ગાદીમાં રહેલી સામગ્રી અઠવાડિયામાં એક વખત ઉપર નીચે કરવી જોઈએ. • એક કે તેથી વધુ મહિનામાં, ચા ની ભુકી જેવું ખાતર તૈયાર થશે. આ ખાતરને અલગ કરો. • તૈયાર ખાતર લેતા પહેલા, આઠ દિવસ માટે ગાદી માં પાણી આપવું જોઈએ નહિ. તૈયાર કરેલા ખાતરને થોડું નીચે રાખો જેના કારણે અળસિયા પથારીના નીચે સુધી જઈ શકે. • અળસિયું ખાતર જુદું કરો અને અવિઘટિત તત્વોને ફરી અળસિયાને આપવા જોઈએ. અળસિયા ખાતરને અલગ કરતી વખતે, શક્ય હોય ત્યાં સુધી, તીકમ, ખોદકામના યંત્ર અને પાવડાનો ઉપયોગ ન કરવો. આવું કરવાથી, અળસિયાને હાની થશે નહિ. એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
275
0