AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
999 માં ઘરે લાવો બાઈક, એક વાર ચાર્જ કરો 200 કિમીની સફર કરો !
ઓટોમોબાઈલ એગ્રોસ્ટાર
999 માં ઘરે લાવો બાઈક, એક વાર ચાર્જ કરો 200 કિમીની સફર કરો !
⚡ ભારતમાં ઇલેક્ટ્રિક વાહન હવે ઝડપથી ટ્રેંડમાં આવવા લાગ્યા છે. ખાસ કરીને ટુ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહન. ઓબેન ઇલેક્ટ્રિક જે દેશમાં ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લઇને આવી છે. જોરદાર લુકવાળી આ ઇ બાઇકનું નામ ઓબેન રોર, ફેમ 2 અને સ્ટેટ સબસિડીને જોડતાં ઇલેક્ટ્રિક બાઇક મહારાષ્ટ્રમાં 99,999 રૂપિયામાં મળશે. ⚡કંપની 18 માર્ચથી ઓબેન ઇલેક્ટ્રિક મોટરસાઇકલનું બુકિંગ શરૂ કરવાની છે અને ફક્ત 999 રૂપિયા આપીને તમે રોર ઘર લઇ જઇ શકો છો. કંપની જુલાઇ 2022 થી ગ્રાહકોને ઇલેક્ટ્રિક બાઇક સોંપવાની શરૂ કરશે. ⚡ સિંગલ ચાર્જમાં દોડશે 2000 કિમી: ફક્ત 3 સેકન્ડમાં બાઇક 0-40 કિમી/કલાક ગતિ પકડી લે છે, તો બીજી તરફ ટોપ સ્પીડ 100 કિમી/પ્રતિ કલાક જણાવવામાં આવી રહી છે. એકવાર ફૂલ ચાર્જ કરતાં 200 કિમી સુધી ચલાવી શકાય છે. બાઇકની રેંજ તેને ચલાવવા પર નિર્ભર કરે છે. હકિકતમાં મોડ મુજબ ઓબેન રોરને 100-150 કિમી સુધી ચલાવી શકાય છે. બાઇકની સાથે ત્રણ રાઇડીંગ મોડ આપવામાં આવ્યા છે. બેટરીને ઠંડી રાખવા માટે આ બાઇકને ટેક્નોલોજી આપવામાં આવી છે. અહીં 4.4 કિલોવોટ-આર બેટરી પેક મળે છે જે આઇ 67 રેટિંગવાળી છે. ⚡ ઓબેન રોરના આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેંશન આપવામાં આવ્યા છે. બાઇકના બે વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે, આ બાઇકનો કુલ વજન130 કિગ્રા છે અને ઝડપથી ગતિ પકડવા માટે બેટરી આ બાઇકને 62 એનએમ પીક ટોર્ક પહોંચાડે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
67
26