90% સબસીડી ખેડૂતો માટે !!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
90% સબસીડી ખેડૂતો માટે !!
✨પ્રધાનમંત્રી કુસુમ યોજનાના વિવિધ વિભાગો નીચે મુજબ છે. ૧) પ્રધાનમંત્રી કુસુમ યોજના -A : કિસાનો થી ઉર્જાદાતા માટેના આ વિભાગ કાર્યરત છે.ખેડૂતો પોતાની બિનઉપજાઉ જમીન ઉપર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે. તેમાં વધુ કમાણી કરી શકે છે. આ વિભાગ હેઠળ, ખેડૂતો ૨૫ વર્ષ સુધી સૌરઊર્જા ઉત્પન્ન કરીને વીજ વિતરણ કંપનીને વેચવાની સુવિધા આપવામાં આવે છે. ૨) પીએમ કુસુમ યોજના - B : આ વિભાગ હેઠળ ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે, ડીઝલને બદલે સોલાર પંપ સ્થાપિત કરવા કહ્યું છે. ખેતીવાડી વીજ કનેકશન ન હોય ત્યાં સોલાર પંપ લગાવવા માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે. ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના ૬૦% સુધીની સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી ૭૫ હો.પા. સુધી મર્યાદામાં આપવામાં આવે છે. આ વિભાગમાં વન વિસ્તારના ખેડૂતો માટે GERC ના ધોરણો મુજબ, માત્ર ફીકસ્ડ કોસ્ટ મુજબનો ફાળો ભરપાઈ કરવાનો રહેશે. કૃષિ વીજ જોડાણ માટેની આદિજાતિ યોજનાના અરજદારોને કોઈ ફાળો ભરપાઈ કરવાનો રહેશે નહીં. ૩) પીએમ કુસુમ યોજના- C : ખેડૂતો માટેની આ યોજનામાં પીએમ કુસુમ યોજના-C વિભાગ છે. આ વિભાગમાં બે પેટા વિભાગ છે. એક વિભાગમાં વ્યક્તિગત સ્તરે પંપ સોલરાઈઝેશન માટેની છે. જેમાં હયાત ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધી સબસીડી આપવામાં આવશે. જે ૭૫ હો.પા. સુધી મર્યાદિત રહેશે. ૨૫ વર્ષ સુધી સ્વ-વપરાશ પછી, વધારાની સોલાર ઉર્જા વીજ વિતરણ કંપનીને વેચી વધારાની આવક મેળવી શકાશે. ફીડર લેવસ સોલરાઈઝેશન આ બીજો પેટા વિભાગ છે. દિવસ દરમિયાન ખેડૂત ભાઈઓને ખેતી કામ માટે પૂરતો વીજપુરવઠો આપવામાં આવે છે. સસ્તી અને ગ્રીન એનર્જીથી ખેતરોમાં હરિયાળી આવશે, જેથી ખેડૂતોમાં ખુશહાલી આવશે. ✨ખેડૂતોને લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે. લાભાર્થી ખેડૂતનું આધારકાર્ડ, બેંક ખાતાની પાસબુક, જમીનની ૭/૧૨ ની નકલ, જમીનની ૮-અ ની નકલ, ડીક્લેરેશન ફોર્મ. ✨આ યોજના હેઠળ ખેડૂતોને ડબલ લાભ થશે અને પોતાની આવકમાં નોંધપાત્ર વધારો થશે. ખેડૂતો દ્વારા વધુ વીજળી ઉત્પાદન થશે તો તેને વીજ કંપનીઓના ગ્રીડમાં મોકલવામાં આવશે. કેન્દ્ર સરકારની કુસુમ યોજના વિશે વધુ માહિતી માટે https://mnre.gov.in/ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે અથવા હેલ્પલાઈન નંબર ૧૮૦૦૧૮૦૩૩૩૩ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
15
અન્ય લેખો