AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
8 લાખ સુધીની મળશે લોન, જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી !
યોજના અને સબસીડીખિસ્સું
8 લાખ સુધીની મળશે લોન, જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી !
ગુજરાતના લોકો માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે. ગુજરાતમા ઘણી યોજનાઓ માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે જેમ કે Digital Gujrat, NSAP PORTL, I KHEDUT PORTAL વગેરે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યા છે. જેથી લોકો સરળતાથી યોજનાઓનો લાભ સરકારી કચેરીએ ધક્કા ખાધા વગર લઈ શકે. આ ઉપરાંત સમાજ કલ્યાણલક્ષી યોજનાઓ ગુજરાતમા કાર્યરત છે. વાજપાઈ બેંકેબલ યોજના:- • ગુજરાતમા સરકારશ્રી દ્વારા કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં માનવ કલ્યાણ યોજના, ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર, વાજપાઇ બેંકેબલ યોજના વગેરે ચાલે છે. ગામડાના વિસ્તારોમાં ગ્રામ્ય કક્ષાએ શિક્ષિત બેરોજગાર યુવાન અને યુવતીઓ પોતાના પગભર થાય તે માટે વાજપાઇ બેન્કેબલ યોજના ગુજરાત સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવી છે. યોજનાના હેતુ:- • રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત બેરોજગાર યુવક, યુવતીઓ, અંધયુવાનોને સ્વરોજગારીની તક મળવી જોઈએ. જે માટે બેંક ધિરાણ શ્રી બાજપાઈ બેંકેબલ યોજના દ્રારા આપવામાં આવશે. બેરોજગાર યુવાનો તથા યુવતીઓ પોતાનો વ્યવસાય ચાલુ કરે અને આત્મનિર્ભર બને તે માટે આ યોજના શરૂ છે. યોજનાની પાત્રતા: • લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જરુરી છે. લાભાર્થી ઓછામાં ઓછુ 4 ધોરણ ભણેલ હોવો જોઈએ. • લાભાર્થીને પોતાના વ્યવસાય અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછી 3 માસની તાલીમ માન્ય ગણાશે અને જો 1 મહિનાની ટ્રેનિંગ લીધી હોય તો પણ આ યોજનાનો લાભ લઈ શકાશે. લોન કેટલી મળશે? • ઉદ્યોગ ક્ષેત્ર માટે લોનની મર્યાદા 8 લાખ સુધીની છે. સેવા ક્ષેત્ર તેમજ વેપાર ક્ષેત્ર માટે મહત્તમ લોનની મર્યાદા 8 લાખ સુધીની છે. સબસિડી રકમની ક્ષેત્ર મર્યાદા: 1 ઉદ્યોગો .1,25,000 / – 2 સેવા 1 .1,00,000 / – 3 વ્યવસાય સામાન્ય વર્ગ શહેરી ₹ .60,000 / – ગ્રામીણ ₹ .75,000 / – અનામત વર્ગ શહેરી / ગ્રામીણ 80 .80,000 / – નોંધ: કોઈપણ ક્ષેત્રમાં લાભાર્થી દીઠ સબસિડીની મહત્તમ મર્યાદા. યોજનાનો લાભ માટે જરૂરી દસ્તાવેજ: 1. નિયત નમૂનામાં અરજી ફોર્મ (બે નકલમાં રજૂ કરવી) 2. પાસપોર્ટ સાઈઝના 2 ફોટોગ્રાફ (બંને અરજી ફોર્મ સાથે ફોટા ચોંટાડવાના રહેશે.) 3. ચૂંટણીકાર્ડ 4. આધારકાર્ડ 5. જન્મ નોંધણીનું પ્રમાણપત્ર / શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC) 6. શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર (છેલ્લી પરીક્ષા પાસ કરેલ હોય તેની માર્કશીટ) 7. જાતિનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ-SC અને અનુસૂચિત જન જાતિ-ST માટે) 8. 40% કે તેથી વધુ અપંગ/અંધ લાભાર્થીઓના કિસ્સામાં અપંગતા/અંધત્વની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર 9. તાલીમ/અનુભવનું પ્રમાણપત્ર. 10. જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો વેટ/ટીન નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું. 11. સૂચિત ધંધાના સ્થળનો આધાર. (ભાડાચિઠ્ઠી/ભાડાકરાર/મકાન વેરાની પહોંચ અસલ રજૂ કરવું. 12.વીજળી વપરાશ કરવાની હોય તો મકાન માલિકનું સંમતિપત્ર/ઇલેક્ટ્રિક બિલ. અરજી ક્યાં કરવી? • આ યોજના અંતગર્ત લોન યોજનાનો લાભ લેવા માટે આપના સંબંધિત જીલ્લાના ‘જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર’ પરથી વિનામૂલ્યે અરજીપત્રક મેળવવાનું રહેશે. અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડાણ કરીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ફોર્મ જમા કરાવવાનું રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ખિસ્સું. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
67
14