યોજના અને સબસીડીGSTV
75% સબસિડી!! જાણો કઈ છે યોજના અને કેવી રીતે છે ઉપયોગી !
📢 કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સૌર વીજળી યંત્ર લગાવવા માટે સરકારી મદદ પ્રદાન કરવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડુતોને સૌર પંપ લગાવવા માટે મોટા પાયદાન પર સબસીડી ઉપલબ્ધ કરાવે છે.
✔ પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ, રાજ્યમાં 75% સબસિડી આપીને 3 HP થી 10 HP ક્ષમતાના એકલ સોલાર પંપ સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ, સબસિડીની રકમના 30 ટકા કેન્દ્ર નાણાકીય સહાય અને 45 ટકા રાજ્ય સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. નિયમો અનુસાર ખેડૂતોએ માત્ર 25 ટકા રકમ ચૂકવવાની હોય છે. આ પંપ ખેડૂતો દ્વારા માત્ર સિંચાઈ હેતુ માટે જ લગાવવામાં આવ્યા છે. આમાં વીમા કવચ પણ આપવામાં આવે છે.
☀ કુસુમ યોજનામાં નોંધણી માટે ઑનલાઇન અથવા ઑફલાઇન અરજી કરી શકો છો.
☀ અરજદારે સોલાર પાવર પ્લાન્ટ માટે અરજી ફી પણ ચૂકવવાની રહેશે,
☀ યોજના વિશે વધુ માહિતી માટે https://mnre.gov.in/ પર જઈ શકો છો.
સંદર્ભ : GSTV,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.