AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
6થી 8 મે થી શરૂ થશે પ્રી મોન્સુન એક્ટિવિટી!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
6થી 8 મે થી શરૂ થશે પ્રી મોન્સુન એક્ટિવિટી!
☀️ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉતર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ જેવી સ્થિતિ અનુભવાય રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ચોથી મે સુધી અકળામણ થાય તેવી સ્થિતિ રહેશે. તેમજ આગામી 4 દિવસ પોરબંદર, ભાવનગર અને કચ્છમા હિટવેવની સ્થિતિ રહેશે. જોકે કાળઝાળ ગરમી વચ્ચે આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્રણ દિવસ બાદ હજુ પણ 2થી 3 ડિગ્રી તાપમાનનો વધારો થઇ શકે છે. ☀️હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ‘આગામી દિવસોમાં આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે અને 6થી 8 મેના પ્રી મોન્સુન એક્ટિવિટી રહેશે. જેમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે.’ ☀️આ સાથે તેમણે જણાવ્યુ કે, ‘ઉતર ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને અન્ય ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. 10થી 14 મેના પ્રી મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. મેમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. પૂર્વ મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 મે પછી પ્રી મોન્સુન એક્ટિવિટી થઇ શકે છે.’ ☀️અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ છે કે, ‘ભારે આંઘી વંટોળ સાથે કેટલાક ભાગમા મહત્તમ તાપમાન 44થી 45 ડિગ્રી થવાની શક્યતા રહેશે. મે મહિના બે સપ્તાહમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી અને કાળઝાળ ગરમીના રહે અને હવે કાળી આંધી આવશે. વધારે પડતા પવનના કારણે અસર થઇ શકે છે.’ આ સાથે તેમણે જણાવ્યુ કે, કાળી આંધીઓનુ પ્રમાણ વધશે.’ ☀️રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોચ્યું છે. ઉનાળામાં દરિયાકાંઠાના વિસ્તારોનુ તાપમાન સામાન્ય રહેતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે દરિયાકાંઠાના વિસ્તારો ગરમ થઇ રહ્યા છે. ભેજ અને ગરમ પવનના કારણે લોકો અકળામણનો અનુભવ કરી રહ્યા છે. અન્ય શહેરોમાં પણ તાપમાન વધતા કાળઝાળ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0
અન્ય લેખો