AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
63 વર્ષીય મહિલાએ વહેચ્યું 1 વર્ષમાં 1 કરોડથી વધુનું દૂધ !
પશુપાલનએગ્રોસ્ટાર
63 વર્ષીય મહિલાએ વહેચ્યું 1 વર્ષમાં 1 કરોડથી વધુનું દૂધ !
🌟 'મન હોય તો માળવે જવાય' આ કહેવત ને સાર્થક કરી છે એક મહિલા પશુપાલકે, જેમને પશુપાલન વ્યવસ્યાય થાકી થોડી ઘણી નહીં પણ કરોડો થી પણ વધુ ની કમાણી કરી રહ્યાં છે. 🌟 ગુજરાતના 63 વર્ષીય નવલ બહેન દલસિંગભાઈ ચૌધરીએ એક વર્ષમાં એક કરોડ રૂપિયાનું દૂધ વેચીને આ વાત સાચી સાબિત કરી છે અને નવલબેન જેવી મહિલાઓ દેશના કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત બનીને ઉભરી છે. 🌟 નવલબેન બનાસકાંઠાના રહેવાસી છે અને તેમના માટે ડેરીનો ધંધો બહુ સહેલો ન હતો, પરંતુ તેમણે પોતાના જિલ્લામાં ક્રાંતિ સર્જી છે. રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2020 અને 2021માં નવલબેને એક કરોડ રૂપિયાથી વધુનું દૂધ વેચ્યું છે. આ કારણે તે દર મહિને ₹4,00,000 થી વધુ કમાણી કરી રહ્યા છે. 🌟 નવલબેન પાસે હવે 80 થી વધુ ભેંસો અને 45 થી વધુ ગાયો છે, જે નજીકના ઘણા ગામોના લોકોની દૂધ જરૂરિયાતો પૂરી કરે છે અને બનાસકાંઠા જિલ્લામાં ડેરી વ્યવસાયમાં તેઓ પ્રથમ નંબરે આવે છે. સાથે સાથે તેઓ અન્ય લોકોને રોજગારી આપવાનું પણ કાર્ય કરી રહ્યાં છે. 🌟 આવી સફળ મહિલા પશુપાલકને દિલ થી કરીયે સલામ અને આપણી આસપાસની મહિલાઓ પણ પ્રેરિત થાય તે હેતુ થી આ માહિતીને લાઈક કરી અન્ય મિત્રો/સગાસંબધીઓ સુધી શેર કરવા વિનંતી. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
40
5