હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
6 એપ્રિલ સુધી ભારે વરસાદ, મોસમ લેશે કરવટ!
👉ગુજરાતમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 31 માર્ચથી એપ્રિલના પહેલા અઠવાડિયામાં બેમોસમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્ર પર એક ટ્રફ સક્રિય થવાને કારણે હવામાનમાં પલટો આવી શકે છે.
👉હવામાન વિભાગ અનુસાર, 31 માર્ચે નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદ થઈ શકે છે. 1 એપ્રિલે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા સહિત અનેક વિસ્તારોમાં બેમોસમ વરસાદ થઈ શકે છે.
👉હવામાન નિષ્ણાતો અનુસાર, આંધી-વંટોળ અને અચાનક બદલાતા હવામાનના કારણે તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. અંબાલાલ પટેલે એપ્રિલના બીજા અઠવાડિયામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 40°Cને પાર જવાની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજના કારણે 10 એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી શકે છે.
👉અમારી રાય: ખેડૂતોને આ હવામાન પરિવર્તનને ધ્યાનમાં રાખીને ખેતરની તૈયારી કરવી જોઈએ. વરસાદ અને તેજ પવનના કારણે પાકને નુકસાન થઈ શકે છે, તેથી જરૂરી સુરક્ષા પગલાં અવશ્ય લેજો.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"