AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
50% સબસિડી સાથે મોતીની ખેતી, આ છે નવા યુગની ખેતી !
નઈ ખેતી, નયા કિસાનGSTV
50% સબસિડી સાથે મોતીની ખેતી, આ છે નવા યુગની ખેતી !
🦪 આજકાલ મોતીની ખેતી પર લોકોનું ફોકસ વધી રહ્યું છે. તેની ખેતી કરીને લોકો લાખોપતિ બની ચુક્યા છે. જાણીયે આ ખેતી વિષે. મોતીની ખેતી માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે : 🦪 મોતીની ખેતી માટે એક તળાવ, સીપ અને ટ્રેનીંગ, આ 3 વસ્તુની જરૂર પડે છે. સીપ દક્ષિણ ભારત અને બિહારના દરભઁગાના સીપની ક્વાલિટી સારામાં સારી માનવામાં આવે છે. તેની ટ્રેનીંગ માટે પણ દેશમાં કેટલીય સંસ્થા છે. મધ્યપ્રદેશના હોશંગાબાદ અને મુંબઈથી મોતીની ખેતીની ટ્રેનીંગ લઈ શકાય છે. કેવી રીતે કરશો ખેતી 🦪 સૌથી પહેલા સીપને એક જાળમાં બાંધીને 10થી 15 દિવસ માટે તળાવમાં નાખી દો. જેથી તે પોતાની જાતે વાતાવરણ તૈયાર કરી શકે. ત્યારબાદ તેને બહાર કાઢીને તેની સર્જરી કરવામાં આવે છે. સર્જરીકલ એટલે કે સીપીની અંદર એક પાર્ટિકલ અથવા ઢાંચો નાખવામાં આવે છે. આ સાંચા પર કોટિંગ બાદ સીપ લેયર બનાવે છે જે આગળ જતાં મોતી બને છે. 🦪 સર્જરી બાદ ફરીથી સીપિઓનું મેડિકલ ટ્રીટમેંટ કરવામાં આવે છે. ત્યાર બાદ નાના નાના બોક્સમાં આ સીપને બંધ કરીને તળાવમાં રસીના સહારે લટકાવી દેવામાં આવે છે. આ દરમિયાન દરરોજ આપણે એ જોવાનું હોય છે કે, કયુ સીપ જીવતું છે અને કયુ સીપ ડેથ કરી ગયું છે. જે ડેથ કરી જાય છે. તેને કાઢી લેવામાં આવે છે. આ કામ દરરોજ 15 દિવસ માટે કરવાનું હોય છે. આ પ્રોસેસમાં લગભગ 8થી 10 મહિનાનો સમય લાગે છે. ત્યાર બાદ સીપમાંથી મોતી નિકળવા લાગે છે. બસ સામાન્ય જ ખર્ચ : 🦪 એક સીપ તૈયાર થવામાં 25થી 35 રૂપિયાનો ખર્ચ આવે છે. જ્યારે તૈયાર થયા બાદ એક સીપથી બે મોતી નિકળે છે. અને એક મોતી ઓછામાં ઓછા 120 રૂપિયામાં વેચાઈ છે. જો સારી ક્વાલિટીના મોતી હશે તો, 200 રૂપિયાથી પણ વધારેમાં વેચાય છે. જો આપ એક એકરમાં તળાવમાં 25 હજાર સીપલાં નાખો છો તેના પર લગભગ 8 લાખ જેટલો ખર્ચ આવશે. માની લો કે, તૈયાર થવામાં અમુક સીપ ખરાબ થઈ જાય તો, પણ 50 ટકાથી વધારે સીપ સુરક્ષિત રહે છે. તેનાથી સરળતાથી 30 લાખ રૂપિયા વાર્ષિક કમાઈ શકશો. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
37
16
અન્ય લેખો