AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
50 હજારની નોકરી છોડી શરુ કરી આધુનિક ખેતી મહિને 1.50 લાખની કમાણી !
સફળતાની વાર્તાદિવ્યભાસ્કર
50 હજારની નોકરી છોડી શરુ કરી આધુનિક ખેતી મહિને 1.50 લાખની કમાણી !
👉 જમીન કે માટી વગર શાકભાજી કે ફળ ફળાદીનું વાવેતર શક્ય છે ખરા..આ સવાલ કોઈને પણ વિચારતા કરી મૂકે એવો છે, પરંતુ રાજકોટમાં એક એવા આધુનિક ખેડૂત છે, જેમણે માત્ર પાણીની મદદથી ઘરની છત પર શાકભાજીનું વાવેતર કર્યું છે. રાજકોટથી 20 કિલોમીટર દૂર મેટોડા ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂતે રસિકભાઇ નકુમે માટી વગર જ શાકભાજી અને ફળની ખેતીની શરૂઆત કરી છે. 40 વર્ષ જૂની પદ્ધતિ 👉 તેમને જણાવ્યું કે, આ પદ્ધતિથી વાવેતર કરું છું એને કારણે જંતુનાશક દવાથી થતા કેન્સરનું જોખમ પણ રહેતું નથી. પોષકતત્ત્વો પણ વધારે મળે છે. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ નવી નથી, પણ 40 વર્ષ જૂની છે. હાઇડ્રોપોનિક્સ ટેક્નોલોજીની મદદથી ઘરઆંગણે જ ટમેટાં, રીંગણાં, સ્ટ્રોબેરી, કેપ્સિકમ મરચાં, કારેલાં, દૂધી, કાંકડી, ફુદીનો, પાલક સહિતનાં અનેક શાકભાજી અને ફળનું વાવેતર કર્યું છે. 7 હજાર સ્ક્વેરફૂટમાં 12થી 13 લાખનો ખર્ચો કર્યો 👉 હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી રસિકભાઇએ બે પ્લાન્ટ તૈયાર કર્યા છે, જેમાં 5 હજાર સ્ક્વેરફૂટ અને 2 હજાર સ્ક્વેરફૂટ. આ બંને પ્લાન્ટમાં તેમણે ટોટલ 12થી 13 લાખનો ખર્ચ કર્યો છે. ત્રીજા પ્લાન્ટની કામગીરી હાલ ચાલી રહી છે. 5 હજાર સ્ક્વેરફૂટના પ્લાન્ટમાં રોજ 100 કિલોથી વધુ શાકભાજીનું ઉત્પાદન થાય છે અને 2 હજાર સ્ક્વેરફૂટના પ્લાન્ટમાં 70 કિલોથી વધુ શાકભાજીનું ઉત્પાદન થાય છે. લોકોને રોજગારી આપે છે 👉 રસિકભાઇએ જણાવ્યું હતું કે મારી શાકભાજીનો ભાવ કિલોના 150 રૂપિયા છે. રોજના 200 ગ્રાહકો રેગ્યુલર છે, જેઓ મારી પાસેથી જ શાકભાજી ખરીદે છે, સાથોસાથ મે 6 લોકોને પગાર પર રાખ્યા છે અને તેને પણ રોજગારી પૂરી પાડી રહ્યો છું. 2035 સુધીમાં 15 હજાર લોકોને રોજગારી આપવાનો મારો લક્ષ્યાંક છે. હું મારા પ્લાન્ટ પર આવનાર દરેક લોકોને ફ્રીમાં માર્ગદર્શન આપું છું અને લોકોને આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કરું છું. મારી આ ખેતીમાં મારો પરિવારનો પણ મને ખૂબ જ સહયોગ મળી રહે છે. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ શું છે? 👉 હાઇડ્રોપોનિક્સ મૂળ ગ્રીક શબ્દ છે, જેમાં હાઇડ્રો એટલે પાણી અને પોનિક્સ એટલે શ્રમ થાય છે, એટલે કે ફળ, ફૂલ અને શાકભાજી જમીનને બદલે પાણીમાં ઉગાડવાને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ જમીન કરતાં માત્ર 10 ટકા પાણીની જરૂરિયાત રહે છે. ખાસ પ્રકારની પાઇપલાઇનથી સેટઅપ તૈયાર કર્યા બાદ એની જાળવણી માટે માત્ર પોષકતત્ત્વો અને પ્લાન્ટનો નહિવત ખર્ચ થાય છે. આ પ્લાન્ટ ઘરની બાલ્કની અથવા તો ટેરેસમાં કરી શકો છો. આ પ્લાન્ટ તૈયાર કરવા માટે રસિકભાઇએ દિવસ-રાત એક કરી દીધા હતા અને આજે એનું ફળ તેમને મળી રહ્યું છે. રસિકભાઇ પોતાના જ પ્લાન્ટમાં તૈયાર કરેલું ઘર વપરાશમાં લે છે. 👉 સંદર્ભ : દિવ્યભાસ્કર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
23
12
અન્ય લેખો