AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
50% સહાય સાથે ખેડૂતો હવે કરો બંજર જમીનમાં આ પાકની ખેતી !
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
50% સહાય સાથે ખેડૂતો હવે કરો બંજર જમીનમાં આ પાકની ખેતી !
🎋 ભારતમાં વાંસની માગ સતત વધી રહી છે. આ જ કારણ છે કે, સરકાર પણ હવે દેશમાં વાંસના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને સહાય કરી રહી છે. સરકાર હવે વાસ ની ખેતી માટે સબસીડી રૂપી સહાય આપી રહી છે. 🎋 વાંસની ખેતીમાં સૌથી સારી બાબત એ છે કે, તેને બિનફળદ્રુપ જમીન પર પણ ઉગાડી શકાય છે. સાથે જ પાણીની ખૂબ ઓછી જરૂર પડે છે અને એક બે વર્ષ માટે નહીં પણ વર્ષોવર્ષ માટે લઇ શકાય છે. 🎋 વાંસ ની ખેતી ભારતમાં કાશમીર ને બાદ કરતાં બધે જ શક્ય છે, એક હેક્ટર જમીન પર વાંસના 1500 છોડ લગાવી શકાય છે. બે છોડ વચ્ચે અઢી મીટરનું અંતર અને એક લાઈનથી બીજી લાઈન 3 મીટર દૂર રાખવી જોઈએ. વાંસની ખેતીમાં ઉત્તમ કક્ષાના છોડની પસંદગી કરવી જોઈએ. 🎋 ભારતમાં વાંસની કુલ 136 પ્રજાતિ છે. વાંસની ખેતી માટે સરકાર બાંબુ મિશન અંતર્ગત અપાતી સહાયની રકમની વાત કરીએ તો, ખેડૂતોના ખર્ચમાં 50 ટકા ખેડૂતો અને 50 ટકા ખર્ચ સરકાર ઉપાડે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
34
5
અન્ય લેખો