AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
50% સબસીડી સાથે સારું કરો આ બિઝનેશ, મળશે લાખો માં વળતર !
નઈ ખેતી, નયા કિસાનGSTV
50% સબસીડી સાથે સારું કરો આ બિઝનેશ, મળશે લાખો માં વળતર !
👉 શુ તમે ઓછા રૂપિયા ખર્ચ કરી વેપાર શરૂ કરવા માંગો છો? તો આજે અમે તમને એક ખાસ બિઝનેસ આઇડિયા વિશે જણાવીશું. જેને શરૂ કરી તમે સારી કમાણી કરી શકો છે. તેની ખાસ વાત એ છે કે તેમાં સરકાર દ્વારા 50 ટકા સુધીની સબ્સિડી પણ મળે છે. ઉલ્લેખનીય છે કે હાલ મોતીની ખેતી પર લોકો ફોકસ કરી રહ્યા છે. તેની ખેતી કરી લકો લખપતિ બની ચુક્યા છે. તો ચાલો જાણીએ આ વેપાર કેવી રીતે શરૂ કરી શકાય છે. મોતીની ખેતી માટે કઇ વસ્તુની જરૂર પડશે? 👉 મોતીની ખેતી માટે એક તળાવ, છીપ (જેનાથી મોતી તૈયાર થાય છે) અને ટ્રેનિંગ, આ ત્રણ વસ્તુની જરૂર પડે છે. તળાવ ઇચ્છો, તો તમે પોતે ખોદાવી શકો છો અથવા સરકાર 50 ટકા સબ્સિડી આપે છે, તેનો પણ લાભ લઇ શકો છો. છીપ ભારતના અનેક રાજ્યોમાં મળે છે. જોકે દક્ષિણ ભારત અને બિહારના દરભંગાના છીપની ક્વાલિટી સારી હોય છે. તેની ટ્રેનિંગ માટે પણ દેશમાં કેટલીક સંસ્થાઓ કાર્યરત છે. મધ્ય પ્રદેશના હોશંગાબાદ અને મુંબઈથી મોતીની ખેતીની ટ્રેનિંગ લઇ શકાય છે. જાણો કેવી રીતે મોતીની ખેતી કરવી? 👉 સૌથી પહેલા છીપને એક જાણમાં બાંધી 10થી 15 દિવસ માટે તળાવમાં નાંખવામાં આવે છે, જેથી તે તેના મુજબ વાતાવરણ તૈયાર કરી શકે, ત્યારબાદ તેને બહાર કાઢી તેમની સર્જરી કરવામાં આવે છે. સ્નાયુઓ ઢીલા થયા બાદ છીપોની સર્જરી કરી તેની સપાટી પર 2થી 3MMનું છિદ્ર કરવામાં આવે છે અને તેમાં રેતીનું એક નાનું કણ નાંખવામાં આવે છે. આ રેતીનું કણ જ્યારે છીપને વાગે છે ત્યારે છીપ રેતીના કણ પર તેની અંદરથી નિકળતો પદાર્થ છોડવાનું શરૂ કરી દે છે. 25 હજાર રૂપિયાને ખર્ચે કરો શરૂઆત 👉 એક છીપને તૈયાર થવામાં 25થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તૈયાર થતા પછી એક છીપમાંથી બે મોતી નિકળે છે અને મોતી ઓછામાં ઓછા 120 રૂપિયામાં વેચાય છે. જો ક્વાલિટી સારી હોય, તો 200 રૂપિયાથી પણ વધુ ભાવ મળી શકે છે. જો તમે એક એકરના તળાવમાં 25 હજાર છીપ નાંખો છો, તો તેના પર અંદાજે 8 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. માની લો કે તૈયાર થવાના ક્રમમાં કેટલાક છીપ ખરાબ થઇ જાય છે, તો પણ 50 ટકાથી વધુ છીપ સુરક્ષિત નિકળે છે. તેથી સહેલાઇથી 30 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી થઇ શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
22
6
અન્ય લેખો