સમાચારઝી ન્યુઝ
5 લાખ રૂપિયા જીતવાની સોનેરી તક, 25 જૂન પહેલા કરો આ કામ !
👉 કેન્દ્રની સરકાર 5 લાખ રૂપિયા જીતવાની સોનેરી તક આપી રહી છે. આ રકમ જીતવા માટે તમારે એક પડકાર પાર કરવો પડશે. સરકારે આ ચેલેન્જમાં ઈનામ તરીકે મોટી રકમ રાખી છે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અને સંયુક્ત રાષ્ટ્રના SDGના સપોર્ટમાં હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડે ઈન્વેસ્ટ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને AGNIi સાથે ગ્રાન્ડ વોટર સેવિંગ ચેલેન્જ શરૂ કર્યું છે. ઈનામ જીતવા માટે કરવું પડશે આ કામ 👉 ડિજિટલ ઈન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી કરાયેલી એક ટ્વીટ મુજબ આ સ્પર્ધામાં ઈન્ડિયન ટોઈલેટ માટે એક ઈનોવેટિવ વોટર સેવિંગ ફ્લશ સિસ્ટમ તૈયાર કરવાની છે. જેનો હેતુ શૌચાલયની સ્વચ્છતા અને હાઈજીનની સાથે સાથે પાણી બચાવવાનો પણ છે. ઈનોવેટિવ વોટર સેવિંગ ફ્લશ સિસ્ટમથી સફાઈની સાથે પાણીના ઉપયોગને ઘટાડી શકાય છે. પાણીની બચત હાલના સમયમાં મોટી માંગ છે. કેટલી છે ઈનામની રકમ 1. પહેલું ઈનામ- આ સ્પર્ધાના વિનરને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. 2. બીજુ ઈનામ- સ્પર્ધામાં બીજા નંબરે એટલે કે રનર અપને ઈનામમાં 2.5 લાખ રૂપિયા મળશે. 3. મન કી બાત : 'પડકાર ગમે તેટલો મોટો હોય, ભારતનો વિજય સંકલ્પ પણ હંમેશા એટલો જ મોટો રહ્યો છે'. આ રીતે કરો રજિસ્ટ્રેશન 👉 સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયાની વેબસાઈટ ની આ લિંક https://www.startupindia.gov.in/content/sih/en/ams-application/challenge પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરો. અત્રે જણાવવાનું કે ઉમેદવાર પોતાનું મોડલ સ્ટાર્ટ અપ ઈન્ડિયા હબ પર જઈને જમા કરાવી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 👉 સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ 25 જૂન 2021 સુધીમાં પોતાનું મોડલ સબમિટ કરવાનું રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
18
7
સંબંધિત લેખ