AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
5 માંથી કરી છે તમે કોઈ એક ભૂલ તો, આગામી 2000 નો હપ્તો નહીં મળે !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
5 માંથી કરી છે તમે કોઈ એક ભૂલ તો, આગામી 2000 નો હપ્તો નહીં મળે !
📢 31 મે 2022ના રોજ કેન્દ્ર દ્વારા PM કિસાન યોજનાનો 11મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ ઘણા ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થયો નથી. અરજી કરતી વખતે તમે કેટલીક ભૂલ કરી હશે, જેના કારણે તમારા પૈસા રોકી દેવામાં આવ્યા છે. 1️⃣ નામની ખોટી જોડણી : અરજદારે નામની જોડણી ખોટી લખી હતી તો આવી સ્થિતિમાં, જો નામ અન્ય દસ્તાવેજો સાથે મેચ ન થાય તો તમારા પૈસા રોકાઈ જશે. આ સ્થિતિમાં, તમારે નામની જોડણી તરત જ સુધારવી જોઈએ. 2️⃣ અરજદારનું ખોટું સરનામું : જો અરજી કરતી વખતે ખોટું સરનામું નાખ્યું હોય તો પણ હપ્તાના પૈસા રોકી શકાય છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે અરજદારે તેનું સરનામું ખોટું નાખ્યું છે. આવી સ્થિતિમાં, તમને હપ્તા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં, તમારે તરત જ તમારા પીએમ કિસાન ખાતામાં સરનામું સુધારવું જોઈએ. 3️⃣ આધાર નંબર ખોટો લખવો : જો તમે ઉતાવળમાં અરજી કરતી વખતે તમારો આધાર નંબર ખોટો નાખ્યો હોય તો પણ તમારા હપ્તાના નાણાં ફસાઈ શકે છે. તેથી એ મહત્વનું છે કે તમે આધાર સાથે સંબંધિત વિગતો યોગ્ય રીતે દાખલ કરો. એકવાર ક્રોસ ચેક કરો પછી આધાર નંબરને સારી રીતે તપાસીને દાખલ કરો. 4️⃣ હિન્દીમાં નામ લખવા પર : જો તમે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમારું નામ હિન્દીમાં લખ્યું છે, તો તમને હપ્તાનો લાભ મેળવવામાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. તમારે હંમેશા નામ અંગ્રેજીમાં જ લખવું પડશે. જો તમે તમારું નામ હિન્દીમાં લખ્યું હોય તો તરત જ અંગ્રેજીમાં કરાવો. 5️⃣ અધૂરુ E-KYC : જો તમે હજુ પણ PM કિસાન નિધિ માટે તમારું ઇ-કેવાયસી કરાવ્યું ન હોય, તો ઉતાવળ કરો. આ માટે ઈ-કેવાયસી જરૂરી છે. અગાઉ ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 મે હતી, જે હવે સરકારે વધારીને 31 જુલાઈ કરી દીધી છે. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
19
5
અન્ય લેખો