AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
5 બેસ્ટ પોસ્ટ ઓફિસ સ્કીમ !
યોજના અને સબસીડીઝી ન્યુઝ
5 બેસ્ટ પોસ્ટ ઓફિસ સ્કીમ !
મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ પણ રોકાણ કરી શકે છે. તમે 15 વર્ષ માટે તેમાં 500 રૂપિયાના માસિક રોકાણથી શરૂઆત કરી શકો છો. વાર્ષિક 10 ટકાના વ્યાજથી 2 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. જરૂરિયાત મુજબ તેમા રોકાણ વધારી પણ શકો છો. આ ઉપરાંત 90,000 રૂપિયાના રોકાણ બદલ તમે 1.10 લાખ રૂપિયા કમાઈ શકો છો. જેમાં ઓનલાઈન પણ રોકાણ કરી શકો છો. પબ્લિક પ્રોવિડન્ડ ફંડ: લાંબા ગાળા માટે એક સારો રોકાણ વિકલ્પ છે. પીપીએફમાં રોકાણ પર હાલ 7.1 ટકા વાર્ષિક કમ્પાઉન્ડ વ્યાજ મળી રહ્યું છે. લાંબા ગાળાનું રોકાણ હોવાથી આ રીતે વ્યાજ મળે છે. PPF માં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા વાર્ષિક રોકાણ કરી શકાય છે. પીપીએફ જમા રકમ પર વેલ્થ ટેક્સ પણ આપવો પડતો નથી. સુકન્યા સમૃદ્ધિ યોજના એક સરકારી યોજના છે. જેમાં રોકાણ કરવામાં આવેલા પૈસા સુરક્ષિત છે. તેમાં તમે 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકો છો. SSY માં ગ્રાહકોને ટેક્સમાં છૂટનો પણ ફાયદો મળે છે. તમે તમારી દીકરીના નામ પર ખાતું ખોલાવી શકો છો. વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજ તરીકે થાય છે. જેમાં રિટર્ન પણ થોડું વધુ મળે છે. નેશનલ સેવિંગ સ્કીમ : NSC એક લોકપ્રિય સ્કિમ છે. જે પોસ્ટ ઓફિસ તરફથી ચલાવવામાં આવે છે. જેમાં તમે 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા અને 5000 રૂપિયામાં સર્ટિફિકેટ ખરીદી શકો છો. NSC નો ઈન્વેસ્ટમેન્ટ પીરિયડ 5 વર્ષનો હોય છે અને હાલ તેના પર 6.8 ટકાના દરે વ્યાજ મળે છે. તેમા સેક્શન 80સી હેઠળ ટેક્સમાં પણ છૂટ મળે છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ, પૈસાની બચત કરવા માટે તમે પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ એકાઉન્ટ પણ ઓપન કરાવી શકો છો. જેમાં તમને 4 ટકાના દરથી વ્યાજ મળે છે. આ ઉપરાંત તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે. પોસ્ટ ઓફિસમાં જો તમને 10 હજાર રૂપિયા સુધીનું વ્યાજ મળે તો તે ટેક્સ ફ્રી હોય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
4
અન્ય લેખો