AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
5 દમદાર સ્કીમનો સાથ, પૈસા થશે ડબલ ફટાફટ, જાણો સંપૂર્ણ વિગત !
યોજના અને સબસીડીVTV ગુજરાતી
5 દમદાર સ્કીમનો સાથ, પૈસા થશે ડબલ ફટાફટ, જાણો સંપૂર્ણ વિગત !
પોસ્ટ ઓફિસની સૌથી ખાસ વાત એ છે કે તેના પર સરકારની ગેરેન્ટ હોય છે. એટલે કે અહીં રિસ્ક ફેક્ટર ખૂબ ઓછુ હોય છે. આવો જાણીએ પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ વિશે. જેમાં તમે ઈન્વેસ્ટ કરશો તો તમારા પૈસા ડબલ થઈ જશે. સાથે જ આ દરેક યોજનાઓના વ્યાજદરો વિશે પણ જાણીએ. 💰 પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ: પોસ્ટ ઓફિસની 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધીની ટાઈમ ડિપોઝિટ (TD) પર આ સમયે 5.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. જો તમે તેના પર રોકાણ કરો છો તો તમારા પૈસા લગભગ 13 વર્ષમાં ડબલ થઈ જશે. માટે 5 વર્ષના ટાઈમ ડિપોઝિટ પર તમને 6.7 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજદરથી જો પૈસાનું રોકાણ કરવામાં આવે તો તમારા પૈસા લગભગ 10.75 વર્ષમાં ડબલ થઈ જશે. 💰 પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક એકાઉન્ટ: પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં જો તમે પોતાના પૈસા લગાવો છો તો તમારા પૈસા ડબલ થવામાં લાંબી રાહ જોવી પડી શકે છે. કારણ કે તેમાં 4.0 ટકા જ વ્યાજ મળે છે. એટલે તમાપા પૈસા 18 વર્ષમાં ડબલ થશે. 💰 પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ: પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ પર તમને હાલ 5.8 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એવામાં આ વ્યાજદરથી તમારા પૈસાનું રોકાણ કરવામાં આવે તો તે લગભગ 12.41 વર્ષમાં ડબલ થશે. 💰 પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ: પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ પર આ સમયે 6.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજદરથી જો પૈસાનું રોકાણ કરવામાં આવે તો આ લગભગ 10.91 વર્ષમાં ડબલ થશે. 💰 પોસ્ટ ઓફિસ સીનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ: પોસ્ટ ઓફિસની સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં આ સમયે 7.4 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તમારા પૈસા આ સ્કીમમાં લગભગ 9.73 વર્ષમાં ડબલ થશે. 🎯 શું તમે આવી કોઈ પણ સ્કીમનો લાભ મેળવી રહ્યા છો ? સંદર્ભ : VTV ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
23
7
અન્ય લેખો