AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
₹3.75 લાખ ની સરકારની સહાય, જાણો ગ્રામ્યકક્ષાએ શું થશે ફાયદો !
કૃષિ વાર્તાAgrostar
₹3.75 લાખ ની સરકારની સહાય, જાણો ગ્રામ્યકક્ષાએ શું થશે ફાયદો !
🌱 સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે સહાય આપવામાં આવી રહી છે. જે હેઠળ એગ્રી કલીનીક અને એગ્રી બિઝનેસ સેન્ટર, ખેતી સાહસિકો, સેલ્ફ હેલ્થ ગ્રુપ્સ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન, ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટીઝ, ઈનપુટ રીટેલ આઉટલેટ. ઈનપુટ રિટેલર્સને જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા નાણાકીય સહાય આપવા માટેની જોગવાઈ કરેલ છે. સરકારની ગાઇડલાઇન મુજબ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવાનો કુલ ખર્ચ ₹5 લાખ જેટલો થશે. જેના 75% લેખે એટલે કે ₹3.75 લાખ નાણાકીય સહાય સરકાર તરફથી આપવામાં આવશે. જ્યારે બાકીની રકમ ₹1.25 લાખ લાભાર્થીએ ભોગવવાના રહેશે. આ અંગેની વધુ માહિતી માટે જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો. ફાયદા : 💼 સ્થાનિક ધોરણે રોજગારીનું પણ સર્જન થશે. 👨‍🌾 જમીન ચકાસણી બાબતે ખેડૂતોમાં જાગૃતિ વધશે. 👨‍🌾 ખેતી, ખેડૂત અને ગામ ત્રણેયને ફાયદો થશે. સંદર્ભ : Agrostar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
0
અન્ય લેખો