ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાપુઢારી
વિશ્વભરમાં થયો 300 ટન કેરીનો નિકાસ!
રાજ્યની કૃષિવિષયક માર્કેટિંગ સમિતિની નિકાસ માટેની વિવિધ સુવિધાઓનો લાભ લઇને અત્યાર સુધીમાં ભારત દ્વારા લગભગ 300 ટન જેટલી કેરીઓની નિકાસ કરવામાં આવી છે. હાલમાં કેરીઓની નિકાસ મુંબઇથી અમેરીકા, ઓસ્ટ્રેલીયા, રશિયા, યુરોપ, ન્યુઝીલેન્ડ અને આરબ દેશોમાં કરવામાં આવે છે. આ ઉપરાંત, સમિતિના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર, સુનિલ પવારના જણાવ્યા મુજબ આગામી સપ્તાહોથી જાપાનમાં પણ કેરીનો નિકાસ કરવામાં આવશે.
દેશમાંથી નિકાસ કરવામાં આવેલી કુલ કેરીઓના જથ્થામાં, મહારાષ્ટ્રનો ફાળો આશરે 60% જેટલો છે. કર્ણાટકની બંગનાપલ્લી કેરીની જાત ઉપરાંત, ગુજરાતની કેસર કેરીની પણ નિકાસ થઇ રહી છે. કેન્દ્ર સરકાર, એપીઇડીએ સંસ્થા, રાજ્ય કૃષિ વિભાગ અને માર્કેટિંગ સમિતિના સહયોગથી વિવિધ નિકાસ સુવિધાઓની સ્થાપના કરવામાં આવી છે. કેરીઓની નિકાસ કરતા પહેલા સંબંધિત દેશના નિષ્ણાતો આ સુવિધા કેન્દ્રો પર હાજર રહે છે. તેમના દેશના નિયમો અને શરતો અનુસાર, તેમની હાજરીમાં કેરીઓની યોગ્ય ચકાસણીની પ્રક્રિયા કરવામાં આવે છે. આ ચકાસણી માટેના પ્રક્રિયા કેન્દ્રો તરફથી પ્રમાણપત્ર(સર્ટિફીકેશન) મળ્યા બાદ જ તેની નિકાસની મંજૂરી આપવામાં આવે છે. સંદર્ભ – પુધારી, 5 મે 2018 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
23
0
સંબંધિત લેખ