AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
30 વીઘા માં કરે છે ઓર્ગનિક ખેતી, મળે છે અધધ આવક !
કૃષિ વાર્તાonly gujarat
30 વીઘા માં કરે છે ઓર્ગનિક ખેતી, મળે છે અધધ આવક !
👉 જૂનાગઢ નજીક ખંડીયા ગામે એક શિક્ષિત પરીવારે 30 વીધા જમીન ૩ર પાક લઇ સંપૂર્ણ ગાય આધારીત ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે. નવાઇની વાત એ છે કે પોતે ખેડૂત નથી. પણ તેમણે જમીન વાર્ષિક ચાર લાખના ભાડા પટ્ટે લીધી છે અને તેમાં ખેતી કરે છે. કેળા, પપૈયા, શેરડી, શાકભાજી, સહિતના વિવિધ પાકોના વાવેતરથી દર વર્ષે 23 લાખથી વધુની કમાણી કરે છે. 👉 ઘણા એવા લોકો છે કે જેઓ જન્મ ખેડૂત નથી. પણ ખેતીમાં રસ હોવાથી તેઓ ખેતી કરીને નવો ચીલો ચીતરી રહ્યા છે . આવા જ એ ખેડૂત છે જૂનાગઢના હેમલભાઇ મહેતા. તેમણે છેલ્લા 6 મહિનાથી ખડીયા ગામે 30 વીષા જમીન ભાડા પટે રાખી છે. જેમાં તેમણે 32 પાકનું વાવેતર કર્યું છે . જેમાં 11 પાક બજારમાં વેચાણ થઇ શકે એવા છે. જયારે બાકીના 21 પાક ધરે ઉપયોગમાં લઇ શકાય એવા કઠોળ તેમજ કુળના છે. 👉 હેમલભાઇનો પરીવાર શિક્ષિત અને આર્થિક રીતે પણ સુખી સંપન્ન છે. તેમ છતાં ખેતી જેવો મહેનતવાળો વ્યવસાય કરવાનો વિચાર શા માટે આવ્યો તેવો સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, વર્ષ 2019 માં મારા પિતાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો . જેના મુખ્ય કારણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવવાળુ અનાજ તથા શાકભાજી હતા. https://onlygujarat.in/wp-content/uploads/2020/11/j_3.jpg?28da0a&28da0a 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો. 👉🏻 બસ ત્યારથી વિચાર આવ્યો કે , મારો પરીવાર નિરોગી જીવી શકે આ માટે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરવી જોઇએ . આ ખેતી થકી અમે 80 ટકા આત્મનિર્ભર બની ગયા છીએ . બાકી 20 ટકા જ બજાર પર આધારિત રહેવું પડે છે . 👉🏻 આ પાક સંપૂર્ણ ઓર્ગેનિક હોવા છતાં રૂટીન ભાવ મુજબ જ વેચાણ કરવામાં આવે છે . જેથી મધ્યમ પરીવારના લોકો પણ ખરીદી શકે . આમ પણ મધ્યમ પરિવારના લોકોને જ પોષણયુક્ત આહારની વધુ જરૂર રહે છે . હેમલભાઇ એ જણાવ્યું કે , અમારે બિઝનેસ હોય એટલે પૂરી સમય આપવો શકય ના બને પારા મારા પિતા હર્ષદભાઇ ખેતી કામની સંપૂર્ણ જવાબદારી નીભાવે છે . એમાં મારા મેમ્મી અને મારી પાખી પાયલ ઉપરાંત મારા એન્જિનિયર નાના ભાદાનો પુરો સહયોગ છે . હેમલભાઇનું માનીએ તો વાવેતર થકી વર્ષે ૨૩ લાખની આવક મેળવી રહ્યા છે. સંદર્ભ : only gujarat આપેલ પ્રગતિશીલ ખેડૂત ની કહાની ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
56
11