3 મહિનામાં 3 લાખનો નફો, અને સરકાર પણ કરશે મદદ, કરો આ છોડની ખેતી !
નઈ ખેતી, નયા કિસાનGSTV
3 મહિનામાં 3 લાખનો નફો, અને સરકાર પણ કરશે મદદ, કરો આ છોડની ખેતી !
🌱નેચરલ પ્રોડક્ટ અને મેડિસીનનું બજાર એટલુ મોટુ છે કે તેમાં ઉપયોગમાં લેવાતી નેચરલ પ્રોડક્ટ્સની ડિમાન્ડ હંમેશા રહે છે, તો મેડિસિનલ પ્લાન્ટની ખેતીમાં હાથ અજમાવવો તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમાં ખર્ચ એકદમ ઓછો છે અને લાંબા સમય સુધી કમાણી સુનિશ્વિત છે. મેડિસિનલ પ્લાન્ટની ખેતી માટે મોટા ખેતરની કે વધુ રોકાણની જરૂર નહી પડે. આ ખેતી માટે તમારે ખેતરમાં વાવેતર કરવાની પણ જરૂર નથી. તેને તમે કોન્ટ્રેક્ટ પર પણ લઇ શકો છો. આજકાલ ઘણી કંપનીઓ કોન્ટ્રેક્ટ પર ઔષધિઓની ખેતી કરાવી રહી છે. તેની ખેતી શરૂ કરવા માટે તમારે ફક્ત કેટલાંક હજાર રૂપિયા જ ખર્ચ કરવાની જરૂર છે, પરંતુ કમાણી લાખોમાં થાય છે. 🌱આ વસ્તુઓથી કરી શકો છો ખેતી:- મોટાભાગના હર્બલ પ્લાન્ટ જેવા કે તુલસી, આર્ટીમીસિયા એન્નુઆ, મુલેઠી, એલોવેરા વગેરે ઘણા ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે. તેમાંથી કેટલાંક છોડને નાના નાના કુંડામાં પણ વાવી શકાય છે. તેની ખેતી શરૂ કરવા માટે તમારે કેટલાંક હજાર રૂપિયા ખર્ચ કરવાની જરૂર છે, પરંતુ કમાણી લાખોમાં થાય છે. આજકાલ ઘણી એવી દવાની કંપનીઓ છે જે પાક ખરીદવા સુધીનો કોન્ટ્રેક્ટ કરે છે, જેનાથી કમાણી સુનિશ્વિત થઇ જાય છે. 🌱3 મહિનામાં 3 લાખની કમાણી:- સામાન્ય રીતે તુલસીનું ધાર્મિક મહત્વ ઘણુ છે પરંતુ મેડિસિનલ ગુણો વાળી તુલસીની ખેતીથી સારી કમાણી કરી શકાય છે. તુલસીના ઘણા પ્રકાર હોય છે, જેનાથી યુઝીનોલ અને મિથાઇલ સિનામેટ થાય છે. તેના ઉપયોગથી કેન્સર જેવી ગંભીર બિમારીઓની દવાઓ બને છે. 1 હેક્ટર પર તુલસી ઉગાડવા પાછળ ફક્ત 15 હજાર રૂપિયા ખર્ચ થાય છે પરંતુ 3 મહિના બાદ આ પાક આશરે 3 લાખ રૂપિયામાં વેચાય છે. 🌱આ કંપનીઓ સાથે જોડાઇને કરી શકો છો કમાણી:- તુલસીની ખેતી પણ પતંજલિ, ડાબર, વૈદ્યનાથ વગેરે આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ કોન્ટ્રેક્ટ ફાર્મિંગ કરાવી રહી છે. જે પાકને પોતાના માધ્યમથી જ ખરીદે છે. તુલસીના બીજ અને તેલનુ મોટુ માર્કેટ છે. દરરોજ નવા રેટ પર તેલ અને તુલસીના બીજ વેચવામાં આવે છે. 🌱જરૂરી છે ટ્રેનિંગ:- મેડિસિનલ પ્લાન્ટની ખેતી માટે તમારી પાસે સારી ટ્રેનિંગ હોવી જરૂરી છે, જેની મદદથી તમે ભવિષ્યમાં છેતરાઓ નહીં. લખનઉ સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ આ છોડની ખેતી માટે ટ્રેનિંગ આપે છે. તેના માધ્યમથી જ દવા કંપનીઓ તમારી સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરશે, તેથી તમારે કોન્ટ્રાક્ટ માટે બીજે ક્યાંય જવાની જરૂર નહી પડે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
51
14
અન્ય લેખો