AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
28 પૈસામાં 1 કિમી દોડશે, શાનદાર છે ઈ-સ્કૂટર !
ઓટોમોબાઈલ Zee News
28 પૈસામાં 1 કિમી દોડશે, શાનદાર છે ઈ-સ્કૂટર !
🚲 ફ્યૂલની વધતી કિંમતો વચ્ચે હવે ઇલેક્ટ્રિક વાહનનો ક્રેઝ વધી રહ્યો છે. ઘણી મોટી કંપનીઓ હવે ઇલેક્ટ્રિક ગાડીઓ પર કામ કરી રહી છે અને અનેક દમદાર પ્રોડક્ટ લોન્ચ થઈ રહી છે. ઇલેક્ટ્રિક કારો બાદ હવે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઝડપથી લોકપ્રિય થઈ રહ્યાં છે. પ્યોર ઈવી એ હાલમાં એક દમદાર ઈ-સ્કૂટર ઈપ્લૂટો 7જી લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની સૌથી મોટી ખાસિયત છે કે તે સસ્તું છે. 🚲 પ્યોર ઈવી ઈપ્લૂટો જી7 સિંગલ ચાર્જમાં 120 કિલોમીટર ચાલે છે. એટલે કે તેની રનિંગ કોસ્ટ પ્રતિ કિલોમીટર માત્ર 28 પૈસા પડે છે. જો તમે દરરોજ 20 કિલોમીટર પણ તેનાથી ટ્રાવેલ કરો છો તો એક દિવસમાં તમારો ખર્ચ માત્ર 5.60 રૂપિયા થશે. 🚲 આ ઈ-સ્કૂટરની એક્સ-શોરૂમ કિંમત 83,701 રૂપિયા છે. મહત્વનું છે કે ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક બાઈક સહાયમાં સબસીડી આપી રહ્યું છે અને કેન્દ્ર પોતાના તરફથી પણ સબ્સિડી આપી રહ્યાં છે. શાનદાર ફીચર્સ : 🛵 આ સ્કૂટરના ફીચર્સ શાનદાર છે 🚲 કંપની તરફથી એક વાર ચાર્જ કરવા પર 90થી 120 કિલોમીટરની રેન્જનો દાવો કરવામાં આવ્યો છે 🔝 તેની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક છે 🚲 તેનું વજન 76 કિલો છે 🚲 તેને ચાર કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે 🚲 તે લાલ, પીળા, બ્લૂ અને સફેદ કલર સહિત સાત રંગોમાં ઉપલબ્ધ છે. સંદર્ભ : ઝી ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
47
10