AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
25 લાખ મફત એલપિજિ કનેક્શન : સરકારનો મોટો નિર્ણય
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
25 લાખ મફત એલપિજિ કનેક્શન : સરકારનો મોટો નિર્ણય
નવરાત્રિ પર મહિલાઓ માટે ખાસ ભેટ👉નવરાત્રિના શુભ અવસર પર સરકારે 25 લાખ મહિલાઓને મફત એલપિજિ કનેક્શન આપવાની જાહેરાત કરી છે. આ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ અમલમાં આવશે. અત્યાર સુધીમાં 10.6 કરોડથી વધુ પરિવારો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે.👉યોજનામાં શું મળશે? -સિલિન્ડર-સગડી-રેગ્યુલેટર-પાઈપ👉 આ બધું સંપૂર્ણ મફત આપવામાં આવશે.👉 દરેક કનેક્શન માટે અંદાજે ₹2,050નો ખર્ચ સરકાર કરશે.👉 ઉદ્દેશ્ય-ગ્રામ્ય અને ગરીબ પરિવારોને ધુમાડા વિનાનું રસોડું ઉપલબ્ધ કરાવવું-મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો અને જીવનસ્તર ઉંચું કરવું-સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ વધારવો👉 પાત્રતા-લાભાર્થી મહિલા હોવી જોઈએ-પરિવારમાં પહેલેથી કોઈ એલપિજિ કનેક્શન ન હોવું જોઈએ👉 જરૂરી દસ્તાવેજો-આધાર કાર્ડ-રેશન કાર્ડ-રહેઠાણ પુરાવો-બેંક ખાતાની વિગત-પાસપોર્ટ સાઇઝ ફોટો👉 અરજી પ્રક્રિયા-ઓનલાઇન અરજી: ઉજ્જવલા યોજના પોર્ટલ પર-ઓફલાઇન અરજી: નજીકની ગેસ એજન્સીમાં-દસ્તાવેજોની ચકાસણી પછી કનેક્શન આપવામાં આવશે👉 નિષ્કર્ષ આ પહેલ મહિલાઓને સશક્ત બનાવશે અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહિત કરશે.ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
89
1
અન્ય લેખો