AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
2.5 લાખની સબસીડી ! ઓછી મૂડી માં શરૂ કરો બિઝનેસ, મેળવો શાનદાર આવક !
બિઝનેસ ફંડાGSTV
2.5 લાખની સબસીડી ! ઓછી મૂડી માં શરૂ કરો બિઝનેસ, મેળવો શાનદાર આવક !
🐃 🐄જો આપ પણ ખૂબ જ ટૂંક રોકાણમાં સારામાં સારો નફો કમાવવા માગો છો, આપને ફક્ત 10 હજાર રૂપિયા લગાવીને મોટી રકમ કમાઈ શકો છો. આપ ડેરી ફાર્મનું કામ કરી શકો છો. જ્યાં પ્રગતિ માટેના કેટલાય દરવાજા આપના માટે ખુલી જશે. તેમાં ખાસ વાત તો એ છે કે, ઓછા ખર્ચે વર્ષો સુધી કમાણી ચાલુ રહે છે. સાથે કેન્દ્ર અને રાજ્ય સ્તરે સરકાર પણ પશુપાલન માટે લોન અને સબસીડી આપે છે. આવા સમયે ડેરી ખોલીને આપ દરરોજ કમાણીનો ઉત્તમ સાધન બનાવી શકો છો. 👉 કેવી રીતે શરૂ કરશો ડેરી ફાર્મિંગનો ધંધો ડેરી ફાર્મિંગ વ્યવસાય શરૂ કરવા માટે ધંધાર્થીએ પહેલા તો ઓછી ગાયો અને ભેંસ રાખવી જોઈએ. માગના આધારે બાદમાં પશુઓની સંખ્યાની વધારી શકાય. તેના માટે સૌથી પહેલા આપે સારામાં સારી જાતની ગિરની ગાય ખરીદવાનું ધ્યાન રાખવું અને તેના ખાનપાનની ઉત્તમ વ્યવસ્થા કરવી. તેનો ફાયદો એ થસે કે, મોટી માત્રામાં દૂધ ઉત્પાદન કરશે. તેનાથી આવક પણ વધશે. થોડા દિવસ બાદ આપના પશુઓની સંખ્યા પણ વધી જશે. આપ પોતાના નામે ડેરી ફાર્મ શરૂ કરી શકશો. 👉 2 પશુ સાથે પણ કરી શકો છો ડેરી: જો આપ નાના સ્તરે કામ કરવાનું શરૂ કરવા ઈચ્છો છો, તો આપ 2 ગાય અથવા ભેંસ સાથે પણ ડેરીની શરૂઆત કરી શકો છો. બે પશુઓમાં આપને 35થી 50 હજાર રૂપિયાની સબ્સિડી મળે છે. 👉 સરકાર આપશે 2.5 લાખની સબસીડી: ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ડેરી ઉદ્યમ વિકાસ યોજના શરૂ કરેલી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં આવે. આ યોજનામાં બેંકમાંથી લોન પણ મળે છે. ખાસ વાત તો એ છે કે, વ્યાજ પર સબસીડી પણ મળે છે. જો આપ 10 પશુથી ડેરી ખોલવા માગો છો, આપને તેના માટે 10 લાખની જરૂર પડશે. કૃષિ મંત્રાલય તેમાં આપને લગભગ 2.5 લાખ રૂપિયાની સબસીડી આપે છે. આ સબસીડી નાબાર્ડ તરફથી આપવામાં આવે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
30
17
અન્ય લેખો