કૃષિ વાર્તાસંદેશ
25 ડિસેમ્બર બાદ આ બે તારીખ લોકો માટે રહેશે ભારે ?
👉વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતથી આગળ વધતા ઠંડીનું પ્રમાણ વધશે. 👉3 દિવસ કડકડતી ઠંડી પડવાની હવામાનની આગાહી 👉ગુજરાતમાં આગામી 25 ડિસેમ્બર બાદ ઠંડી વધવાની સંભાવવાના 👉રાજ્યભરમાં 28 અને 29 ડિસેમ્બરે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોરદાર રહેવાની સંભાવના 👉11 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીથી નીચે જશે. 👉ઠંડીનો પારો નલિયા, ડીસા, સુરેન્દ્રનગરમાં નીચે ઉતરી શકે છે. 👉રાજકોટ સહિત સૈારાષ્ટ્ર-કચ્છમાં આજે તાપમાન બે-ત્રણ ડીગ્રી નીચે સરકી ગયા બાદ પણ ઠારનો પ્રકોપ યથાવત રહ્યો હતો કાતીલ પવનના કારણે વાતાવરણ ટાઢુબોળ રહ્યું છે આવતીકાલથી 48 કલાક સુધી કચ્છમાં કોલ્ડવેવ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ આજે પણ સૈારાષ્ટ્રનું સૈાથી ઠંડુ નગર રહ્યું હતું. આજે શહેરનું તાપમાન 11.2 ડીગ્રી નોંધાયું છે. 12 કીમીની ઝડપે પવન ફૂંકાતા શહેરીજનો ઠંડીમાં ઠીંગરાયા હતાં. 👉છેલ્લા બે દિવસથી પારો 10.1 ડીગ્રીએ સ્થિર થઈ ગયો છે આજે શહેરમાં સવારે 64 ટકા ભેજ રહ્યો હતો શહેરમાં દિવસભર ટાઢોડું રહેતા લોકો ધરમાં પુરાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ તાપમાન બે ડીગ્રી સુધી નીચું સરકી ગયું હતું. કેશોદ અને મહુવામાં ધુમ્મસ છવાયું હતું. તેના કારણે વાહનચાલકોને સવારમાં વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. કેશોદમાં 11.2, અમરેલીમાં 12.0, મહુવામાં 12.1, સુરેન્દ્રનગરમાં 13.0, ભાવનગરમાં 13.4, પોરબંદરમાં 14.0, દિવમાં 14.5, દ્રારકામાં 16.3, વેરાવળમાં 17.3, ઓખામાં 19.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. 👉જયારે કચ્છમાં ઠંડીનું મોજુ હળવું પડયું છે આજે કચ્છમાં ત્રણ ડીગ્રી સુધી તાપમાન ઉચે ચડયું હતું નલીયામાં 8.8 ડીગ્રી પારો નોંધાયો હતો કંડલા એરપોર્ટમાં 10.2 અને ભુજમાં 12.6 ડીગ્રી તાપમાન રહ્યું છે આવતિકાલથી બે દિવસ સુધી નલીયામાં પારો ગગડવાની આગાહી કરવામાં આવી છે. સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
48
12
અન્ય લેખો