AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
22 જૂન બાદ વરસાદની આગાહી
હવામાન ની જાણકારીકૃષિ હવામાન નિષ્ણાંત - શ્રી રામચંદ્ર સાબળે
22 જૂન બાદ વરસાદની આગાહી
મહારાષ્ટ્રની ઉત્તરીય સરહદે હવાનું દબાણ 1002 હેક્ટો પાસ્કલ રહેશે અને દક્ષિણ સરહદે હવાનું દબાણ 1008 હેક્ટો પાસ્કલ જેટલું રહેશે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વિસ્તારોમાં હવાનું દબાણ 998 જેટલું ઓછું રહેશે. તેથી વરસાદી પવનો પશ્ચિમ ભારતમાં દક્ષિણથી ઉત્તર તરફ ઝડપથી વહેવાની શકતા છે. હિંદ મહાસાગરના ઉષ્ણકટિબંધ પર હવાનું દબાણ 1002 હેક્ટો પાસ્કલ જેટલું વધુ હોવાના કારણે, 22 જૂન બાદ ચોમાસું વરસાદની પ્રવૃતિ વધશે. હાલમાં પણ, ઘણા વાદળો હિંદ મહાસાગર ઉપર એકત્ર થયેલ છે અને અનુકુળ હવાના દબાણના કારણે, હાલમાં કોકણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પુણે જીલ્લાના ઉત્તરીય વિસ્તારમાં 19ના રોજ થોડો વરસાદની શક્યતા છે.
22 જુનના રોજ, ઉતરીય મહારાષ્ટ્ર અને વિદર્ભના ઉત્તરીય ભાગમાં હવામાન વરસાદ માટે અનુકુળ રહેશે, તેથી આ વિસ્તારોમાં વરસાદ પડશે. મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં 23 જુનના વરસાદની શક્યતા નિર્માણ થશે અને આ વિસ્તારમાં વરસાદ પડશે. 25 અને 26 જૂનના રોજ વરસાદ પડવાની શક્યતા છે અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. ત્યાંસુધી કોકણમાં બધા જિલ્લાઓમાં 40 મિમી થી 60 મિમીપ્રતિ દિવસ વરસાદ પડશે. આ અઠવાડિયામાં, પવનની ઝડપ પ્રતિ કલાક વધશે અને કેટલાક જિલ્લાઓમાં 20 કિલોમીટર /કલાક થશે. ડૉ. રામચંદ્ર સાબળે (વરિષ્ઠ કૃષિ હવામાન નિષ્ણાંત)
638
0
અન્ય લેખો