AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
21.29 લાખ ટન ખાંડની ની નિકાસ થઈ
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
21.29 લાખ ટન ખાંડની ની નિકાસ થઈ
નવી દિલ્હી: ચાલુ શેરડી પીલવાની મોસમમાં 2018-19(ઓક્ટોમ્બર થી સપ્ટેમ્બર) માં 21.29 લાખ ટન ખાંડની નિકાસ થઇ છે, જ્યારે 2017-18 જે પાછલી ખાંડ પીલવાની મોસમમાં 5 લાખ ટન જેટલી ખાંડની નિકાસ થઇ હતી. ભારતીય ખાંડ વેપાર સંગઠન(એઆઇએસટીએ)ના જણાવ્યા પ્રમાણે, 21.29 લાખ ટન ખાંડની નિકાસ ઓક્ટોબર 2018 થી એપ્રિલ 6,2019 સુધી થઇ છે, જેમાંથી 9.76 લાખ ટન કાચી ખાંડ છે. અત્યારે, 7.24 લાખ ટન ખાંડ નિકાસ માટે પ્રક્રિયામાં છે. એઆઈએસટીએ ના મુખ્ય કારોબારી અધિકારી (સીઈઓ)આરપી ભગારિયાએ જણાવ્યું હતું કે 30 લાખ ટન ખાંડની નિકાસનો પ્રસ્તાવ સહી કરવામાં આવ્યો છે, જેમાંથી 28.53 લાખ ટન ખાંડ કારખાનાં માંથી મોકલી દેવામાં આવી છે.
ખાંડની નિકાસમાં વધારો થયો છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી છે. એઆઈએસટીએના જણાવ્યા પ્રમાણે, મુખ્યત્વે ખાંડની નિકાસ બાંગલાદેશ, શ્રીલંકા, સોમાંલિયા, અફઘાનીસ્તાન અને ઈરાનને કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે 2018-19 (ઓક્ટોબર થી સપ્ટેમ્બર)ના સમયગાળા દરમ્યાન 50 લાખ ટન ખાંડના નિકાસની માન્યતા આપી છે. ખાંડની નિકાસને પ્રોત્સાહન મળે તે માટે પરિવહન સગવડ પર સબસીડી પણ આપવામાં આવી છે. સ્ત્રોત- આઉટલુક એગ્રીકલ્ચર, મે 13, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
27
0