AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
2022 સુધીમાં દેશમાં 75 લાખ મહિલા સ્વ-સહાય જૂથોની રચના કરવામાં આવશે: કૃષિ મંત્રી
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
2022 સુધીમાં દેશમાં 75 લાખ મહિલા સ્વ-સહાય જૂથોની રચના કરવામાં આવશે: કૃષિ મંત્રી
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં દેશમાં કુલ 75 લાખ મહિલા સ્વ-સહાય જૂથો (એસએચજી) ની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મંત્રીના નવા ભારતનું મિશન મહિલાઓની સક્રિય ભાગીદારીથી જ સાકાર થઈ શકે છે._x000D_ તોમરે કહ્યું કે દેશભરમાં 60.8 લાખ એસએચજી ની સાથે 6.73 કરોડ થી વધુ મહિલાઓ સંકળાયેલી છે અને ગ્રામીણ વિકાસ મંત્રાલયે મહિલાઓને જીવન નિર્વાહ માટે વધુ સક્ષમ બનાવવા માટે વર્ષ 2022 સુધીમાં કુલ 75 લાખ એસ.એચ.જી. બનાવવાની યોજના છે. તેમણે મહિલા સ્વ-સહાય જૂથ (એસએચજી) ને ગરીબી નિવારણ કાર્યક્રમની કરોડરજ્જુ ગણાવી._x000D_ તેમણે કહ્યું કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે છેલ્લા છ વર્ષ દરમિયાન સ્વ-સહાય જૂથોને 2.75 લાખ કરોડ રૂપિયા થી વધુની લોન આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) અંતર્ગત કાર્યકારી દળના 55 % મહિલાઓ શામેલ છે અને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્યા યોજના (ડીડીયુ-જીકેવાય) સાથે 4.66 લાખ મહિલાઓ જોડાયેલ છે._x000D_ સંદર્ભ- આઉટલુક એગ્રીકલ્ચર, 9 માર્ચ 2020_x000D_ આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો._x000D_
48
0
અન્ય લેખો