મોન્સૂન સમાચારTV 9 ગુજરાતી
2022માં ચોમાસું ક્યારે દસ્તક આપશે? કેટલો પડશે વરસાદ, જાણો સવિસ્તાર !
☁ ખેડૂતો સારી રીતે જાણે છે કે ખેતીમાં ચોમાસું કેટલું મહત્ત્વનું છે. ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્યત્વે પાક ચોમાસા પર આધારિત છે.
વર્ષ 2022માં ચોમાસું ક્યારે દસ્તક આપશે?
🌧️ ખેડૂતો માટે ચોમાસાની આગાહી જાણવી જરૂરી છે. જો વર્ષ 2022ની વાત કરીએ તો આ વર્ષે ચોમાસુ ખેડૂતોને મોટી રાહત આપવાનું છે, હવામાનની આગાહી કરતી એક ખાનગી એજન્સીના મતે આ વર્ષે ચોમાસું સામાન્ય રહી શકે છે. આ વર્ષે સરેરાશ 96 થી 104 ટકા વરસાદની સંભાવના છે.
કૃષિ ઉપજ પર ચોમાસાની અસર:
🌧️ ખેડૂતો ખેતી માટે ચોમાસા પર નિર્ભર છે. ત્યારે ઘણા પાકની વાવણી માટે વરસાદ જરૂરી છે. જો ચોમાસાની સ્થિતિ સામાન્ય રહે તો કૃષિ ઉત્પાદન સારું રહે છે. જો ખેડૂતોને વધુ સારી કૃષિ પેદાશો મળે તો તેના કારણે ગ્રામીણ વિસ્તારની અર્થવ્યવસ્થા પણ સારી રીતે સુધરે છે.
વરસાદથી ખેડૂતોને રાહત મળી છે:
🌩️ માત્ર ખેડૂતો જ ચોમાસાની રાહ જોતા નથી, પરંતુ જૂનમાં ધોમધખતા સૂર્યના તાપથી પરેશાન સામાન્ય લોકો પણ ચોમાસાની રાહ જુએ છે. ત્યારે કમોસમી વરસાદથી રાહતના સંકેત મળે છે. વર્ષ 2008માં દિલ્હીમાં ચોમાસાનો વરસાદ નિર્ધારિત કરતા પહેલા થયો હતો. તે સમયે ચોમાસાનો પહેલો વરસાદ 15મી જૂને શરૂ થયો હતો.
સંદર્ભ : TV 9 ગુજરાતી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.