AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
2000 માટે હજુ પણ કરોડો ખેડૂતોને જોવી પડશે રાહ?
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
2000 માટે હજુ પણ કરોડો ખેડૂતોને જોવી પડશે રાહ?
📢 ખેડૂતોએ હવે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ઇ-કેવાયસી કરવું સૌથી મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ પણ 31 મે સુધી લંબાવવામાં આવી છે. આ વખતે 11 મોં હપ્તો મે મહિનાના અંત સુધીમાં આવવાની શક્યતા છે. 📢 જો તમે વિલંબ વગર 2000 નો હપ્તો મેળવવા માંગો છો તો તેના માટે e-KYC કરાવવું હવે ફરજીયાત થઇ ગયું છે. આવા ખેડૂતોને નહીં મળે લાભ : 📢 ભલે તમે નાના કે સીમાંત ખેડૂત હો, પરંતુ જો પરિવારનો કોઈ સભ્ય ટેક્સ ચૂકવે છે, તો આવી સ્થિતિમાં તમને આ યોજનાનો લાભ નહીં મળે. 📢 અહીં પરિવારના સભ્યનો અર્થ ફક્ત પતિ, પત્ની અને નાનાં બાળકો માટે જ લાગુ કરવામાં આવ્યો છે. 📢 જેમની પાસે ખેતીલાયક જમીન નથી, તેમની પાસે ખેતીલાયક જમીન છે પરંતુ તેના માલિક સરકારી કર્મચારી છે અથવા જો ખેડૂત વાર્ષિક ₹ 10,000 પેન્શન મેળવે છે, તો આવા ખેડૂતોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવે છે. 📢 આ રીતે સ્ટેટસ ચેક કરો : ✔ https://pmkisan.gov.in/ પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. ✔ હોમપેજ પર દેખાતા Farmer corner ના વિકલ્પ પર ક્લિક કરો. ✔ લાભાર્થી સ્થિતિ વિકલ્પ પર ક્લિક કરો. ✔ આધાર, બેંક એકાઉન્ટ અથવા મોબાઈલ નંબરનો વિકલ્પ પસંદ કરો. ✔ પસંદ કરેલ વિકલ્પની વિગતો દાખલ કરો અને ડેટા મેળવો પર ક્લિક કરો. ✔ તમામ વ્યવહારની વિગતો ખુલશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
28
5
અન્ય લેખો