20 વર્ષ સુધી બિલમાંથી મળશે હવે મુક્તિ
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
20 વર્ષ સુધી બિલમાંથી મળશે હવે મુક્તિ
🌞આજે સૌર ઉર્જાથી વીજળી પેદા કરીને ઘરેલું વપરાશ થઈ રહ્યો છે. સૌર ઊર્જા સૂર્યમાંથી મળે છે. વિદ્યુત ઉર્જાની સરખામણીમાં સૌર ઉર્જા ઓછી ખર્ચાળ છે. આ સૌર ઉર્જાનો ઉપયોગ ઘરગથ્થુ તેમજ વ્યાપારી હેતુ માટે કરી શકાય છે.સોલાર પેનલનો ઉપયોગ વિવિધ ઊર્જા મેળવવા માટે થાય છે. આ સિસ્ટમનો એક મોટો ફાયદો એ છે કે, તે માત્ર નાની જગ્યા રોકે છે અને ખૂબ સારા પ્રમાણમાં સૌર ઊર્જા ઉત્પન્ન કરે છે. 🌞સોલાર સિસ્ટમ સેટઅપ નો દર વિદ્યુત જનરેટર સિસ્ટમ કરતાં પણ ઓછો આવે છે. અને આ રોકાણ માત્ર એક વખતનું રોકાણ છે. જે લઈટ બિલ તરીકે ચૂકવવાથી ઘણા પૈસા બચાવે છે. તેમજ આ સોલાર સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા બાદ, તેને અન્ય કોઈ ખર્ચની જરૂર નથી. 🌞સોલર સિસ્ટમ સેટઅપ પર 70% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ સબસિડી ઘરગથ્થુ, ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્ર એટલે કે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે માટે લાગુ પડે છે. તેમજ વ્યાપારી ક્ષેત્ર પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. 🌞આ સૌર ઉર્જા પ્રણાલીનો ઉપયોગ કરનારને માત્ર રૂ.6.50/kWh ચૂકવવા પડે છે.જે ડીઝલ જનરેટર અને સામાન્ય વીજળીની સરખામણીમાં ખૂબ જ ઓછા છે. દર વર્ષે આશરે 60 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડના ઘટાડાને પરિણામે આ યોજનાનો અમલ હવામાનને રક્ષણાત્મક બનાવવા માટે પણ મદદ કરે છે. તેથી આખરે તે પર્યાવરણ અને આરોગ્ય બંને માટે સલામત છે. 🌞યોજનાના લાભ :- ૧) પાંચ વર્ષ દરમિયાન યોજનાનું વળતર મળી જાય છે અને મેન્ટેનન્સની ગેરંટી પણ મળે છે. ૨) દર યુનિટ 2.50 રૂપિયાના લેખે આપવામાં આવે છે અને આખરે સરકાર રૂપિયા એ દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવા. 👉આ યોજના ની વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ https://solarrooftop.gov.in/ પરથી મેળવી શકાય છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
28
5
અન્ય લેખો