AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
2 વર્ષ સુધી ગુજરાતને મળી પાણીની કટોકટીમાંથી મુક્તિ
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
2 વર્ષ સુધી ગુજરાતને મળી પાણીની કટોકટીમાંથી મુક્તિ
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 135 ને પાર થઇ ગઈ છે. નર્મદા બંધના ઉપરવાસમાંથી 2 લાખ 18 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, નર્મદા ડેમની સપાટી 138 મીટર સુધી લઈ જવાનું આયોજન છે. તો નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચી જતાં રાજ્યમાં 2 વર્ષ સુધી પાણીની તંગી નહીં રહે. અને જો ઉપરવાસમાં વરસાદ ચાલુ રહ્યો તો ચાર કે પાંચ દિવસમાં નર્મદા ડેમ ઓવરફ્લો થઈ જશે. આજે નર્મદા ડેમએ તેની ઐતહાસિક સપાટી વટાવી છે. સરદાર સરોવર ડેમની સપાટી 135.02 મીટર થઈ. આગામી દિવસોમાં ગુજરાત રાજ્યની 18 લાખ હેક્ટર જમીનોને સિંચાઇ માટે પાણીનો લાભ મળશે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ 2 સપ્ટેમ્બર, 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
18
0
અન્ય લેખો