AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
₹15000 ની સહાય, મળશે આ જિલ્લાના ખેડૂતોને !
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
₹15000 ની સહાય, મળશે આ જિલ્લાના ખેડૂતોને !
📢 ગુજરાતના ખેડૂતો માટે પંપ સહાય યોજના 2022 હાલ ચાલુ છે. જેના ફોર્મ i Khedut પોર્ટલ પર ભરવાના ચાલુ છે. પાત્રતા :- 📢 આ યોજનાનો લાભ આણંદ, ભરુચ, ખેડા, નર્મદા, તાપી, સુરત, વલસાડ વગેરે જિલ્લા ખેડૂતો ને આપવામાં આવશે. 📢 યોજના હેઠળના સાધનો સરકાર માન્ય વિક્રેતા પાસે થી લેવાના રહેશે. 📢 આ યોજના માટે ઓછામાં ઓછા 2 હેકટરનું વાવેતર જરૂરી છે. યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ : 📢 7/12 8અ ની નકલ 📢 આધાર કાર્ડની નકલ 📢 રાશન કાર્ડની નકલ 📢 મોબાઈલ નંબર 📢 જો અરજદાર સરકારી મંડળી ના સભ્ય હોય તો તેની વિગતો અરજી કરવાની તારીખ : 📢 તારીખ 01/03/2022 થી 30/04/2022 સુધી માં અરજી ઓનલાઇન આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે. મળવા પાત્ર સહાય : 📢 ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50% કે વધુમાં વધુ ₹15000/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
10
અન્ય લેખો