સમાચારએગ્રોસ્ટાર
15 મો હપ્તો જમા થવાના ગણતરીના દિવસો બાકી
😍કિસાન સન્માન નિધિ હેઠળ, 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના 3 હપ્તાઓ મોકલવામાં આવે છે. હાલમાં ખેડૂતોના ખાતામાં 14 હપ્તા મોકલવામાં આવ્યા છે. હાલમાં સરકારે કિસાન યોજનાના 15મા હપ્તા માટે સમગ્ર નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. પ્રથમ વખત PM કિસાન યોજનાના લાભો મેળવવા માટે, તમે સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો.
😍તમે હજુ પણ E-KYC કરાવી શકો છો
જો તમે PM કિસાનના આગામી હપ્તા મેળવવા માંગતા હોવ તો E-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. જો તમે હજુ સુધી KYC કરાવ્યું નથી, તો જલ્દી કરાવો. ખેડૂતો તેમના વિસ્તારમાં નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને શકે છે. અથવા તો PM કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જઈને E-KYC કરાવી શકે છે. જો તમે આમ નહીં કરો, તો તમે આગામી હપ્તાઓથી વંચિત રહી શકો છો.
🤔આ કારણોથી આગામી હપ્તો અટકી શકે છે
જેમાં તમારા દ્વારા ભરવામાં આવેલ અરજી ફોર્મમાં કોઈ ભૂલ ન હોય. દા.ત. જો જાતિમાં ભૂલ, નામ લખવામાં ભૂલ, ખોટો આધાર નંબર અથવા ખોટું સરનામું લખાયું હોય વગેરે, તો પણ તમે આ આગમી હપ્તાથી 🤔વંચિત રહી શકો છો. આ સિવાય જો એકાઉન્ટ નંબર ખોટો હોય તો પણ તમે આવનારા હપ્તાઓથી વંચિત રહી શકો છો. આવી સ્થિતિમાં, પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને એપ્લિકેશનની સ્થિતિ પર આપવામાં આવેલી ખોટી માહિતીને સુધારી લો.
🤔આ ખેડૂતોને પણ આ યોજનાનો લાભ નહીં મળે
આમાં એવા ખેડૂતોનો સમાવેશ થાય છે જેમના પરિવાર કર ચૂકવે છે અને આ યોજનાનો લાભ મેળવી શકતા🤔 નથી. તેનો અર્થ એ કે, જો પતિ અથવા પત્નીએ ગયા વર્ષે આવકવેરો ભર્યો હોય, તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં. જેઓ ખેતીની જમીનનો ખેતીના હેતુને બદલે અન્ય હેતુઓ માટે ઉપયોગ કરી રહ્યાં છે અથવા અન્યના ખેતરમાં ખેતીકામ કરે છે, પરંતુ તેઓ ખેતરોના માલિક નથી. આવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકતા નથી.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!