AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
1400 રૂપિયા ભરીને મળે છે 25 લાખ અને 5 લાખનો ઈન્શ્યોરન્સ !
સમાચારVTV ગુજરાતી
1400 રૂપિયા ભરીને મળે છે 25 લાખ અને 5 લાખનો ઈન્શ્યોરન્સ !
- આ છે LICનો સૌથી લોકપ્રિય પ્લાન - 1400 રૂપિયાના પ્રીમિયમ પર મળશે 25 લાખ - જીવનભર માટે મળશે 5 લાખનો ઈન્શ્યોરન્સ 💰 મિનિમમ સમ એશ્યોર્ડ 1 લાખ રૂપિયા: સમ એશ્યોર્ડની વાત કરીએ તો મિનિમમ સમ એશ્યોર્ડ 1 લાખ રૂપિયા છે અને તેનાથી ઉપર તે 5000ના ગુણાંકમાં હશે. મહત્તમ વીમાની કોઈ મર્યાદા નથી. આ પોલિસી સાથે ચાર રાઇડર્સ ઉપલબ્ધ છે. આ રાઇડર્સ છે. એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી રાઇડર, એક્સિડન્ટ બેનિફિટ રાઇડર, ન્યૂ ટર્મ ઈશ્યોરન્સ રાઇડર અને ન્યૂ ક્રિટિકલ ઇલનેસ બેનિફિટ રાઇડર. 💰 બે પ્રકારના બોનસનો લાભ: આ પોલિસી સાથે બે પ્રકારના બોનસ મળે છે. જેટલી જૂની પોલિસી હશે, વેસ્ટેડ સિમ્પલ રિવિઝનરી બોનસનો લાભ એટલો વધારે મળશે. ફાઈનલ એડિશનલબોનસ મેળવવા માટે પોલિસી 15 વર્ષની હોવી જોઈએ. ડેથ બેનિફિટની વાત કરીએ તો જો પોલિસીધારક પોલિસી ટર્મ દરમિયાન મૃત્યુ પામે છે તો વીમાની રકમમાંથી 125% ડેથ બેનેફિટ તરીકે આપવામાં આવશે. જો પોલિસી ધારક પોલિસી ટર્મ પછી મૃત્યુ પામે છે, તો નોમિનીને વીમાની રકમ મળશે. મેચ્યોરિટી પર સમ એશ્યોર્ડ બોનસ સાથે મળે છે. એ પછી જ્યારે પોલિસીધારકનું મૃત્યુ થાય છે, ત્યારે તેના પરિવારને ફરીથી વીમાની રકમ મળશે. 💰 મેચ્યોરિટીનો ફાયદો કેવી રીતે લેવો: આ પોલિસી હેઠળ મેચ્યોરિટી અને ડેથ બેનિફિટ એકસાથે અથવા હપ્તામાં લઈ શકાય છે. આ હપ્તો 5, 10 અને 15 વર્ષ માટે હોઈ શકે છે. ટેક્સ બેનેફિટની વાત કરીએ તો 80C હેઠળ પ્રીમિયમ પર ડિડક્શનનો લાભ મળે છે. મેચ્યોરિટી અને ડેથ બેનેફિટ સેક્શન 10 (10 ડી) હેઠળ ટેક્સ ફ્રી થાય છે. મેચ્યોરિટી બેનિફિટ કેલ્ક્યુલેશન ઉદાહરણ તરીકે જો Aની ઉંમર 35 વર્ષ છે અને 5 લાખની વીમા રકમ ખરીદે છે અને પોલિસીની મુદત 35 વર્ષની છે, તો LIC પ્રીમિયમ કેલ્ક્યુલેટર મુજબ, તેનું વાર્ષિક પ્રીમિયમ લગભગ 16300 રૂપિયા હશે. અર્ધવાર્ષિક પ્રીમિયમ 8200 રૂપિયા, ત્રિમાસિક પ્રીમિયમ 4200 રૂપિયા અને માસિક પ્રીમિયમ લગભગ 1400 રૂપિયા હશે. 35 વર્ષમાં તેની કુલ જમા રકમ 5.70 લાખ રૂપિયા હશે. હાલમાં એલઆઈસી દ્વારા જારી કરાયેલા બોનસના દર મુજબ Aને મેચ્યોરિટી પર કુલ 25 લાખ રૂપિયા મળશે. આમાં બેસિક વીમાની રકમ 5 લાખ રૂપિયા, વેસ્ટેડ સિમ્પલ રિવિઝનરી બોનસ 8.60 લાખ અને ફાઈનલ એડિશનલ બોનસ 11.50 લાખ હશે. જ્યારે પણ Aનું મૃત્યુ થશે, ત્યારે તેના નોમિનીને ફરીથી 5 લાખ મળશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
38
8