AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTV9 Gujarati
14 લાખ ખેડૂતોને સરકારે ચૂકવ્યા 1857 કરોડ !
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં વરસેલા અતિ ભારે વરસાદ અને પૂરથી અનેક ખેડૂતોને ખેતીક્ષેત્રે વ્યાપક નુકસાન થયુ હતું. વરસાદ અને પૂરને કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને રાહત આપવા માટે ગુજરાત સરકારે 3700 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ હતું. જેમાં કુલ 19 લાખ અસરગ્રસ્ત ખેડૂતોએ રાહત પેકેજનો લાભ લેવા અરજી કરી હતી. આ 19 લાખ ખેડૂતો પૈકી 14 લાખ ખેડૂતોને સરકારે 1857 કરોડ રૂપિયા ચૂકવી દિધા છે. તો બાકીના ખેડૂતોને કેટલીક સ્પષ્ટતાઓ બાદ પણ રાહતની રકમ ચૂકવી દેવામાં આવશે. જો કે રાજ્ય સરકારે સેવેલા અંદાજ સામે 800 કરોડની બચત થવાની સંભાવના છે. સરકારે ભારે વરસાદ અને પૂરથી અસર પામેલા ખેડૂતોની સંખ્યા 27 લાખ અંદાજી હતી. જેની સામે 19 લાખ અસરગ્રસ્ત ખેડૂતોએ અરજી કરતા 3700 કરોડની સામે 2900 કરોડ રાહત સહાય પેટે ચૂકવવા પડશે તેવુ માનવામાં આવી રહ્યું છે. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 Gujarati. આપેલ સમાચાર માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
44
10
અન્ય લેખો