AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 14 દિવસમાં જ બની જશે કિસાન ક્રેડિટ કાર્ડ
સમાચારએગ્રોસ્ટાર
14 દિવસમાં જ બની જશે કિસાન ક્રેડિટ કાર્ડ
💳ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તેથી ખેડૂતો મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણી વખત કુદરતી આપદાને કારણે ખેડૂતોને આર્થિક નુકશાનીનો સામનો કરવો પડે છે. તેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જુદી-જુદી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક યોજના છે કિસાન ક્રેડિટ કાર્ડ. જેના દ્વારા ખેડૂતોને ધિરાણ આપવામાં આવે છે. આ યોજના નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી. 💳ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આ યોજનામાં ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની સાથે સેવિંગ્સ એકાઉન્ટ પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાની પ્રોસેસને સરળ બનાવવામાં આવી છે. તેના કારણે ખેડૂતો હવે અરજી કર્યાના માત્ર 14 દિવસમાં તેમનું કાર્ડ મેળવી શકશે. ચાલો જાણીએ કે આ યોજનાના ફાયદા શું છે અને આ માટે કેવી રીતે અરજી કરવી. 💳કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદા 1. KCC યોજના હેઠળ ખેડૂત પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે, તો તેને 3 લાખ રૂપિયા સુધીની લોન માત્ર 4 ટકાના વ્યાજ દર પર મળી શકે છે. 2. ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવેલી લોન સમયસર ચૂકવે છે તો સરકાર દ્વાર તેઓને 3 ટકાની સબસિડી આપવામાં આવે છે. 3. આ યોજના દ્વારા ખેડૂતો સરળતાથી 1.60 લાખ રૂપિયા સુધીની લોન કોઈ ગેરેન્ટી વગર જ મેળવી શકે છે. 💳ખેડૂતો આવી રીતે કરી શકે છે અરજી ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે અરજી કરવા માટે નજીકની બેંકની શાખામાં જવું પડતું હતું, પરંતુ હવે સરકારે ખેડૂતો માટે આ પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દીધી છે. સરકારે આ યોજના માટેની સમગ્ર પ્રક્રિયાને ડિજિટલાઈઝ કરી છે, જે 1 ઓક્ટોબરથી શરૂ થઈ છે. આ અંતર્ગત આ અભિયાન દરેક ગ્રામિણ વિસ્તારમાં ચલાવવામાં આવશે. બેંક, પંચાયત અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને કામ કરશે જેથી ખેડૂતોને સરળતાથી ક્રેડિટ કાર્ડ મળી શકે. 💳આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર 1. અરજી પત્રક 2. જમીનના દસ્તાવેજો 3. PAN કાર્ડ, આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે ઓળખ કાર્ડ માટે 4. આધાર કાર્ડ, મતદાર ID અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે એડ્રેસ પ્રૂફ માટે 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
58
8
અન્ય લેખો