AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
14 ડિસેમ્બર સુધી મફત આધાર અપડેટ કરવાની તક!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
14 ડિસેમ્બર સુધી મફત આધાર અપડેટ કરવાની તક!
👉 "આધાર કાર્ડ" એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેનો ઉપયોગ શાળા-કોલેજમાં પ્રવેશ, બેંક ખાતું ખોલવા અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે થાય છે. આધાર કાર્ડ વિના ઘણા અગત્યના કામ શક્ય નથી, તેથી આધારની માહિતી અપડેટ રહેવી જરૂરી છે. જો આધારમાં નામ અથવા સરનામું ખોટું છે, તો તેને જલદીથી સુધારવું જોઈએ, જેમ કે લગ્ન પછી નામ બદલવું અથવા સરનામું સુધારવું. 👉મફતમાં આધાર અપડેટની અંતિમ તારીખ ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) એ 14 ડિસેમ્બર સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ કરવાની તક આપી છે. આ પછી, નામ, સરનામું અને જન્મ તારીખમાં ફેરફાર અથવા અપડેટ કરવા માટે ચૂકવણી કરવી પડશે. 👉ક્યાં અને કેવી રીતે મફતમાં આધાર અપડેટ કરવું? UIDAI અનુસાર, આધાર કાર્ડમાં નામ, સરનામું અને જન્મ તારીખ મફતમાં અપડેટ કરવા માટે તમે ઑનલાઇન પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો છો. તે માટે તમે myAadhaar પોર્ટલ વેબસાઇટ અથવા myAadhaar ઍપનો ઉપયોગ કરી શકો છો. જો તમે નજીકના આધાર કેન્દ્રમાંથી અપડેટ કરાવશો, તો તમારે 50 થી 100 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશે. 👉આધારમાં સરનામું બદલવાની પ્રક્રિયા 1. myAadhaar વેબસાઇટ પર જઈને આધાર સાથે લિંક મોબાઇલ નંબર દાખલ કરો. 2. પ્રાપ્ત થયેલો OTP દાખલ કરો અને લોગિન કરો. 3. આધાર અપડેટ વિભાગમાં જઈને Address વિકલ્પ પસંદ કરો. 4. સરનામું બદલવા માટે પુરાવા દસ્તાવેજ અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો. 👉 કેટલીક જ દિવસોમાં અપડેટ થયેલું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
14
0
અન્ય લેખો