AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
130 કિલોમીટરની રેન્જ સાથે લૉન્ચ થયા બે ધાંસૂ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ !
ઓટોમોબાઈલ GSTV
130 કિલોમીટરની રેન્જ સાથે લૉન્ચ થયા બે ધાંસૂ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ !
🛵 ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા iVOOMi એનર્જીએ મંગળવારે ભારતીય બજારમાં બે નવા ‘મેડ ઈન ઈન્ડિયા’ ઈ-સ્કૂટર મોડલ S1 અને જીત લોન્ચ કર્યા છે. તેમની પ્રારંભિક કિંમત 84,999 રૂપિયા રાખવામાં આવી છે. લિથિયમ-આયન બેટરીના ઉત્પાદક અને ડિઝાઈનર સ્થિત iVOOMi પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં 50થી વધુ ડીલરશિપ ધરાવે છે. 🛵 હાઈ-સ્પીડ સ્કૂટર SIમાં 2-KW ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 65 કિમીની પ્રતિ કલાકની ટોપ સ્પીડથી દોડી શકે છે. તેની કિંમત 82,999 રૂપિયા છે, જ્યારે પ્રીમિયમ સ્કૂટર જીતને બે વેરિઅન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જીત અને જીત પ્રો જેની કિંમત અનુક્રમે 82,999 રૂપિયા અને 92,999 રૂપિયા છે. 🛵 જીત અને જીત પ્રો પાસે 1.5kW અને 2-kWના અદલા બદલી કરવા માટે બેટરી પેક આપવામાં છે. જે સિંગલ ચાર્જ પર 130 કિમી સુધીની રેન્જ આપે છે. તેમણે ભારતના ઈલેક્ટ્રિકને આગળ લઈ જવા માટે તેના ઈવી(EV)ને અદભૂત રીતે ડિઝાઈન કર્યા છે. નવા લોન્ચ થયેલા ઈલેક્ટ્રિક વાહનો ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરે છે. સંદર્ભ: GSTV. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
26
9